વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદીઓ માણી શકશે મેટ્રો ટ્રેનની મજા!

અમદાવાદ: ડિસેમ્બર -2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં મેગાસિટી અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર પટ્ટામાં પ્રથમ તબક્કાની મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આ સમગ્ર પ્રોજેકટની કામગીરી અંગે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સમીક્ષા બેઠક યોજી હતી.

શહેરી વિકાસ વિભાગમાં નવા આવેલા અગ્ર સચિવ પૂનમચંદ પરમારને તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા આવેલા કમિશનર મુકેશ કુમારને પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે બેઠક યોજી હતી.

ઇસ્ટ વેસ્ટ કોરિડોર હેઠળ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના પ્રથમ તબક્કામાં 613 પાઇલ્સની કામગીરી પૂરી થઇ છે. નોર્થ -સાઉથ કોરિડોરમાં ગ્યાસપુર ડેપોથી એપીએમસીની સુધીના પટ્ટામાં 154 પાઇલ્પની કામગીરી પૂરી થઇ છે, અને પટ્ટામાં એપીએમસીથી શ્રેયસ સુધી 4 સ્ટેશનો બનાવવાની કામગીરી અત્યારે ચાલે છે.

પ્રોજેકટમાં 6.5 કિલોમીટરનો અન્ડર ગ્રાઉન્ડ ટ્રેક બનાવવામાં આવશે. મેટ્રા ટ્રેનના ડબ્બા મેળવવા માટે આશરે રૂ. 1000 કરોડનું ટેન્ડર તરતું મુકાયું છે, જે 30મી જૂલાઇએ ખૂલશે.

મેટ્રો રેલ પ્રોજેકટ
ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એમ બે કોરીડોર બનાવાશે
કાળુપુર રેલ્વે સ્ટેશનને ઈસ્ટ-વેસ્ટ કોરીડોર સાથે જોડવામાં આવશે
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરની લંબાઈ 20.53 કિલોમીટર
નોર્થ-સાઉથ કોરીડોરની લંબાઈ 17.23 કિલોમીટર

ઈસ્ટ-વેસ્ટ કોરીડોર રૂટ-
થલતેજ ગામ-ગુરૂકુળ રોડ-હેલ્મેટ સર્કલ-કોમર્સ છ રસ્તા-સ્ટેડિયમ-જૂની હાઈકોર્ટ-શાહપુર-ઘીકાંટા-કાળુપુર રેલવે સ્ટેશન-કાંકરિયા પૂર્વ-અમરાઈવાડી-રબારી કોલોની-નિરાંત ચાર રસ્તા-વસ્ત્રાલ

નોર્થ-સાઉથ કોરીડોરનો રૂટ
વાસણા APMC માર્કેટ-જીવરાજ પાર્ક-શ્રેયસ-પાલડી-નવા ગાંધીગ્રામ-જુની હાઈકોર્ટ-ઉસ્માનપુરા-વિજયનગર-વાડજ-રાણીપ-સાબરમતી રેલવે સ્ટેશન-AEC-મોટેરા સ્ટેડિયમ

You might also like