મેટ્રો રેલનાં વધુ પાંચ સ્ટેશન માટે ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની દ્વારા અમદાવાદમાં મેટ્રો રેલવે દોડતી કરવાની દિશામાં કાર્યવાહી ઝડપી બની છે. સત્તાવાળાઓ દ્વારા ઉત્તર દક્ષિણ કો‌િરડોર પર મોટેરા, સાબરમતી, એઈસી, સાબરમતી રેલવે સ્ટેશન અને રાણીપ એમ પાંચ એલિવેટેડ મેટ્રો રેલવે સ્ટેશન નિર્માણ માટેનાં આજે ટેન્ડર પણ બહાર પડાયાં છે.

અમદાવાદીઓ માટેના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મેટ્રો રેલવે હેઠળ તંત્ર વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલપાર્ક સુધીનો પાઇલટ પ્રોજેક્ટ સર્વપ્રથમ ‌કાર્યાન્વિત કરવાનો છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં આ રૂટ પર છ એસી કોચ ધરાવતી મેટ્રો રેલવે દોડતી થઇ જશે.

આની સાથેસાથે સત્તાવાળાઓએ આશરે ૩૯ કિમી લાંબા મેટ્રો રેલવેના સમગ્ર પ્રોજેક્ટમાં પણ ગતિ લાવવાની દિશામાં ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે. આજે મેગા કંપની દ્વારા મોટેરા, સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન અને રાણીપ મેટ્રો સ્ટેશનના નિર્માણનાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે. આ પાંચ સ્થળોએ એલિવેટેડ મેટ્રો રેલવે સ્ટેશનનું નિર્માણ કરાશે.

મેગા કંપનીએ ઉત્તર દક્ષિણ કો‌િરડોર પર પાંચ રેલવે સ્ટેશનના નિર્માણ હેતુ રૂ. ૨૨૦ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. મોટેરાથી થલતેજ સુધીના ઉત્તર-દક્ષિણ કો‌િરડોર પરના આ પાંચ એલિવેટેડ મેટ્રો રેલવે સ્ટેશનનું નિર્માણ ૨૮ મહિનામાં કરવાનું રહેશે. આ ટેન્ડર માટેની પ્રી-બીડ મિટિંગ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬એ યોજાશે, જ્યારે ૨૯ માર્ચ, ૨૦૧૬ ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ છે.

You might also like