થલતેજ મેટ્રો રેલ પ્રોજેકટઃ મોટાભાગના અસરગ્રસ્તોએ આર્થિક વળતર માગ્યું હોવાનો તંત્રનો દાવો

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા તાજેતરમાં હેલ્મેટ સર્કલથી થલતેજ ગામ તળનો રસ્તો ૩૬ મીટર પહોળો કરવા થલતેજ રહીશોને ફરીથી નોટિસ ફટકારાઇ હતી. થલતેજ મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ તંત્ર આ રોડને પહોળો કરવા માગે છે. જોકે આ કાર્યવાહી ભારે વિવાદાસ્પદ બની છે. દરમિયાન સત્તાવાળાઓએ આજે એવો પણ દાવો કર્યો છે કે મોટાભાગના અસરગ્રસ્તો આર્થિક વળતરની માગણી કરી છે.

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ૩૮૦ મિલકતને નોટિસ ફટકારતાં ફરીથી આ મામલો ગરમાયો છે. સ્થાનિક રહેવાસીઓ થલતેજ ગામ તળ વિસ્તારમાં જ મકાનની સામે મકાન અને દુકાનની સામે દુકાન માગી રહ્યા છે તેવો દાવો આ સમિતિનો છે. સમિતિના પ્રમુખ મૂકેશ પંચાલ કહે છે, ત્રીજો વિકલ્પ આર્થિક વળતરનો છે પરંતુ તેમાં તંત્ર બજારભાવ મુજબ વળતર ચૂકવવું પડશે. અમુક પાંચ દશ અસરગ્રસ્તોનો અપવાદ છોડતાં મોટાભાગના અસરગ્રસ્તો આર્થિક વળતરના લેશમાત્ર આગ્રહી નથી.

નવા પશ્ચિમ ઝોનના અધિકારી ચૈતન્ય શાહ એવો દાવો કરી રહ્યા છે કે આગામી તા.ર૬ જૂન સુધીમાં તંત્રની નોટિસ સંદર્ભમાં અસરગ્રસ્તો વાંધા સૂચનો રજૂ કરી શકતા હોઇ હજુ સુધી તંત્ર સમક્ષ કુલ ૩ર૦ વાંધા સૂચન આવ્યાં હોઇ મોટાભાગના અસરગ્રસ્તોએ આર્થિક વળતરની માગણી કરી છે! દરમિયાન એસ્ટેટ વિભાગ તમામ વાંધા સૂચનોનું સંકલન કરીને પોતાના અભિપ્રાય સાથે કમિશનર ડી.થારા સમક્ષ સમગ્ર બાબતને રજૂ કરશે કમિશનર તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આને લગતી દરખાસ્ત રજૂ કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં સહેજેય એકાદ મહિનો નીકળી જશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી એસ્ટેટ વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરશે. લાલાભાઇને પૂછતાં
તેઓ કહે છે, મેયર ગૌતમ શાહ સાથે આજકાલમાં બેઠક કરીને ચર્ચા કરીશ.

You might also like