Categories: Gujarat

Metro diary: યુનિવર્સિટીનું હ્યુમન જિનેટિક્સ રિસર્ચ સેન્ટર કે બાઈક ધોવાનું સેન્ટર?

ગુજરાત યુનિવ‌િર્સટીમાં સવારથી જ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે અને યુનિવ‌િર્સટીનું વાતાવરણ સારું રહે તે માટે કેમ્પસમાં આવેલા ગાર્ડન તેમજ ફૂલછોડને પાણી ‌િપવડાવવામાં આવતું હોય છે અને તેનું મેન્ટેનન્સ પણ જાળવવામાં આવતું હોય છે ત્યારે યુનિવસિટી કેમ્પસમાં આવેલા હ્યુમન જિનેટિક્સ રિસર્ચ સેન્ટરના કર્મચારીઓએ ગૅરેજ બનાવી દીધું છે. આ કર્મચારીઓ દ્વારા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કલાસમાં જવું હોય તો તેઓ જઇ ન શકે તે રીતે પાણીનો બગાડ કરવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓ આ વિભાગની બહાર જ પોતાના બાઈક ધોઈ રહ્યા છે અને પાણીનો બગાડ કરી રહ્યા છે. કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ પણ આ જોઈને આશ્ચર્ય અનુભવે છે. આવા કર્મચારીઓને સામે યુનિવર્સિટી તંત્ર કોઈ પગલાં પણ લેતું નથી.

સેટેલાઈટ રોડ પર અા ખુલ્લા બોક્સથી સાચવજો
વરસાદની સિઝન હજુ ચાલુ જ છે. આવા વાતાવરણમાં થાંભલાઓની આસપાસ પણ કયાંક ખુલ્લા રહી ગયેલા વાયરોથી જીવનું જોખમ રહે છે. સેટેલાઇટ રોડ પરના મુખ્ય રસ્તાની ફૂટપાથ પરથી ૧૩ર કેવીની હેવી ઇલેક્ટ્રિક લાઇન પસાર થઇ રહી છે. ઇસરો પાસે આવેલા આ ઇલેક્ટ્રિકના થાંભલાનું બોક્સ સીલ હોવાના બદલે ખુલ્લું પડયું છે. ફૂટપાથ પર ચાલે તો કોઇ પણ નાગરિક અહીંથી પસાર થતાં ભૂલમાં પણ હાથ લગાડી દે તો ઇલેક્ટ્રિક શોક લાગવાની પૂરી શકયતા છે. તંત્રનું આવી બાબતે નાગરિકોના હિતમાં ધ્યાન કેમ નહીં જતું હોય?

 

AMTSમાં ટપાલ વિતરણ કરવા અપાયેલું ટુ વ્હીલર ચોરાયું!
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસમાં આર્થિક કૌભાંડોની નવાઈ નથી. લાખ લાખ રૂપિયાનો પગાર લેતા અધિકારીઓની ફોજનું લાલનપાલન થતું રહ્યું છે. જો કે એ વાત અલગ છે કે આ અધિકારીઓ ઉતારુઓની હાલાકીથી રૂબરૂ વાકેફ થવા રોડ પર ઊતરતા નથી. પોતાની ભવ્ય એસી કેબિનમાં બેસીને ‘વહીવટ’ સંભાળે છે. બીજી તરફ ઈ-ગર્વનન્સની વાતોની વચ્ચે ટ્રાન્સપોર્ટ કમિટીના એજન્ડા, કમિટીના ઠરાવ, વિવિધ કાર્યક્રમોની જાણકારી ઈ-મેલથી મોકલવાને બદલે ટપાલથી વિતરણ કરવા માટે સ્ટાફને ખાસ ટુ વ્હીલર ફાળવાયાં છે. તાજેતરમાં આ ટુ વ્હીલર ફાળવાયાં અને તેમાંથી એક ટુ વ્હીલર તો ચોરાઈ પણ ગયંુ. હવે ટુ વ્હીલર ચોરાયાની બાબતે જાણકાર વર્તુળોમાં વિવાદ છેડાયો છે.

 

વેપારીઓ સેલ વધારવા સોશિયલ મીડિયાના સહારે
સામાન્ય રીતે તહેવારો પૂર્વે સેલ…સેલ…સેલ…નાં પાટિયાં લાગી જતાં હોય છે, જે માટે વેપારીઓ પેમ્ફલેટ, ચોપાનિયાં અને અખબારોમાં જાહેરાત આપી સેલનો પ્રચાર પ્રસાર કરે છે, પરંતુ બદલાતા જતા સમય પ્રમાણે વેપારીઓ પણ ઓછા ખર્ચમાં વધુ ને વધુ લોકો સુધી વેપારનો વ્યાપ વધે તે માટે સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. તેઓ ઓછા ખર્ચે વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે વોટ્સએપનો સહારો લઇ રહ્યા છે. તેઓ પોતાના ગ્રાહકોનાં સર્કલ સહિત વિવિધ ગ્રૂપમાં પણ સેલના મેસેજ નાખી વધુ ને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાય તેવી રીત રસમો અપનાવી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે આમેય જીએસટીના કારણે ધંધો મંદ છે ત્યારે જાહેરાતોનો ખર્ચ પોસાતો નથી. આવા સંજોગોમાં ઓછા ખર્ચે ગ્રાહકો સુધી પહોંચવા સોશિયલ મીડિયા આજકાલ ખૂબ ઉપયોગી બની રહ્યું છે.

divyesh

Recent Posts

પાકિસ્તાન વિરુદ્ધ મોટા એક્શનની તૈયારીઃ ચાર મોટા દેશોને જાણ કરી

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવવા માટે એક મોટા એક્શનની સંપૂર્ણ તૈયારી ભારતે કરી લીધી છે. સરકારે…

6 mins ago

પાકિસ્તાનને મોટો ઝટકો: આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપવો પડ્યો

(એજન્સી) વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં પુલવામા આતંકી હુમલાની આકરી ટીકા કરતું જે રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું તેમાં ચીને…

8 mins ago

કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યોઃ બે ઘેરાયા

(એજન્સી) શ્રીનગર: ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણો વધી…

15 mins ago

BSPનાં વડાં માયાવતીની મુશ્કેલી વધીઃ CBIએ ભરતી કૌભાંડમાં FIR દાખલ કરી

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પૂર્વે બસપાના સુપ્રીમો માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં સીબીઆઇએ માયાવતી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે…

18 mins ago

મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…

23 hours ago

રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…

23 hours ago