મેટ્રો ડાયરી: અારટીઅોમાં કચરાના ઢગલા તમારું સ્વાગત કરે છે

અમદાવાદ શહેર સહિત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ‘સ્વચ્છ ભારત’ના સૂત્રની હાંસી ઉડાવતા આરટીઓ સુભાષબ્રિજના કમ્પાઉન્ડમાં ઠાલવવામાં આવી રહેલો કચરાનો ઢગલો દેખાઇ રહ્યો છે. કચેરીના કમ્પાઉન્ડમાં જ્યાં ફોર વ્હિલર્સની નંબર પ્લેટની કામગીરી ચાલતી રહે છે ત્યાં બરાબર આરટીઓ કચેરીનું પ્રવેશદ્વાર છે અને જ્યાંથી સત્તાવાળાઓની ગાડીઓ આવનજાવન કરે છે ત્યાં જ બરાબર કમ્પાઉન્ડની વચ્ચે આરટીઓમાંથી વાળવામાં આવતો કચરો, પ્લાસ્ટિકની થેલીઓ, ચાના કપ સહિતનો કચરો ભેગો કરવામાં આવતાં આસપાસથી પસાર થતા નાગરિકો વાસના કારણે મોં પર રૂમાલ ઢાંકીને ચાલે છે.

diary2કોર્ટનું લોકઅપ બન્યો સ્ટોર રૂમ!
સામાન્ય રીતે કોઇપણ લોકઅપમાં આરોપીઓને રાખવામાં આવે છે, પરંતુ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના પાંચમાં માળે બનાવેલ લોકઅપમાં આરોપીઓને નહી પરંતુ કેસનો મુદ્દામાલ રાખવામાં આવે છે. મેટ્રોપોલિટન કોર્ટમાં રોજબરોજ સંખ્યાબંધ આરોપીઓને લાવવામાં આવે છે જેમાં કેટલાક ખુંખાર આરોપીઓને રાખવા માટે સ્પેશિયલ લોકઅપ બનાવવામાં આવ્યું છે. પોલીસને ચકમો આપીને કેટલાય આરોપીઓ ફરાર થઇ ગયા હોવાના બનાવો મેટ્રોપોલિટન કોર્ટમાં બન્યા છે ત્યારે આવા ખુંખાર આરોપીઓ માટે લોકઅપ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોર્ટની પ્રોસિ‌િડંગમાં વાર લાગે કે પછી કોઇ કેસમાં આરોપીઓને સજા પડે ત્યારે પોલીસ કાગળ વર્ક કરે ત્યાં સુધી આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ લોકઅપમાં કોઇ આરોપી નહી પરંતુ મુદ્દામાલ રાખવામાં આવે છે. આ લોકઅપમાં ધૂળના ઢગલા જામી ગયા છે ત્યારે તેની સારસંભાળ પણ લેવામાં આવતી નથી.

diary3લાંભામાં ઊભરાતી ગટરથી રહીશો પરેશાન
શહેરના લાંભા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં ઠેર ઠેર ગંદકી અને ગટરનાં પાણીના કારણે સ્થાનિકોને તેની વચ્ચે રહેવું પડે છે. એક તરફ શહેરના સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં સફાઇના નામે મીડું જોવા મળતું હોય છે. લાંભા વિસ્તારના ઇન્દિરાનગરમાં ઘર બહાર જ ગટરનાં પાણી ભરાઇ જવાના કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરની લાઇન ચોકઅપ થઇ જવાના કારણે ગટરનું ગંદું પાણી રસ્તા પર આવી જાય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને તીવ્ર દુર્ગંધ તો સહન કરવી પડે છે, પરંતુ ગંદા પાણીના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆત કરાઇ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ચૂંટણી સમયે વોટ માગવા આવી જતા સ્થાનિક કાઉ‌િન્સલરો વોટ મેળવ્યા બાદ ક્યારેય પોતાના વિસ્તારમાં ફરકતા જ નથી, જેના કારણે રહીશોમાં પણ ભારે રોષ જોવા મળે છે.

diary4ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ-સૂચન પેટી શો પીસ જેવી
રાજ્યના કોમર્શિયલ ટેક્સ િડપાર્ટમેન્ટની આશ્રમરોડ સ્થિત મુખ્ય કચેરી આવેલી છે. વેપારીઓની મુશ્કેલીમાં રાહત મળે તે માટે તંત્રએ કચેરીની શરૂઆતમાં જ ફરિયાદ પેટી અને સૂચન પેટી મૂકી છે, પરંતુ આ ફરિયાદ પેટી અને સૂચન પેટી શોભાના ગાંઠિયા જેવી બની ગઇ છે. જીએસટી અમલને દોઢ મહિના કરતાં પણ વધુ સમય થઇ ગયો છે. ટેક્સટાઇલ એસોસિયેશન સહિત વિવિધ એસોસિયેશનની જીએસટીના કાયદામાં રહેલી વિસંગતતા અંગે ઘણી ફરિયાદો હતી, પરંતુ વેપારી એસોસિયેશન દ્વારા પણ ફરિયાદ પેટીનો ઉપયોગ કરવાના બદલે ફરિયાદો-માગણીની સેકન્ડ કોપીમાં ડિપાર્ટમેન્ટની સત્તાવાર સહી કરાવવાની લ્હાયમાં કમિશનર ઓફિસ કે આસિસ્ટન્ટ કમિશનર ઓફિસમાં રજૂઆત કરવામાં આવે છે. આમ, તંત્રની પણ ફરિયાદ પેટીનો જ ઉપયોગ કરવાની ફરિયાદ બહાર આવી છે તેવો કમિશનર ઓફિસમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like