Metro Diary: પોલીસ v/s પોલીસ ભ્રષ્ટાચારનો અનોખો ‌રિવાજ

AMC-Office-(4)મ્યુનિ. કોંગ્રેસમાં ‘ધરમવીર’ની જોડી
અમદાવાદ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પદે વરિષ્ઠ કોર્પોરેશને હાંસિયામાં ધકેલીને અચાનક દિનેશ શર્માઅે બાજી મારી લેતાં પક્ષના સંનિષ્ઠ કાર્યકરોમાં હજુ પણ અાશ્ચર્ય ફેલાયું છે. ૧૯૯૫થી ૨૦૦૦ દરમિયાન એનએલયુઅાઈના પ્રમુખ રહી ચુકેલા દિનેશ શર્મા વિપક્ષના નેતાની જવાબદારી એક વર્ષ માટે સંભાળશે કે અાગામી વર્ષ માટે તેની પણ કોઈ સ્પષ્ટતા નથી. કોંગ્રેસ હાઈકમાંડે ફક્ત નિમણૂકનો પત્ર અાપ્યો છે. પરંતુ ચૂંટણી ચૂંટણીઅે વોર્ડ બદલનારા દિનેશ શર્મા પોતે તો અઢી વર્ષની ટર્મ માટે અાશાવાદી છે. જો કે અત્યારે તો કોંગ્રેસ કાર્યાલયમાં દિનેશ શર્મા અને ધારાસભ્ય શૈલેશ પરમારની જુગલજોડીની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસનાં વર્તુળો રમૂજમાં અા બંને મહાનુભાવોને ‘ધરમવીર’ ની જોડી તરીકે અોળખાવી રહ્યા છે ! કેટલાક ટીખળી તો એમ પણ કહે છે કે ‘દિનેશભાઈને નેતાપદે અારૂઢ કરવા શૈલેશભાઈઅે બહુ પરસેવો પાડ્યો હતો!! અેટલે ધરમવીરની જેમ સાથેને સાથે રહે તેમાં શી નવાઈ છે?!’ અે જે હોય તો, અા ધરમવીરની જોડીઅે સૈજપુરની મ્યુનિ. પ્રાથમિક શાળાની મુલાકાત લઈને પક્ષમાં પણ ભારે ખળભળાટ મચાવી દીધો છે તે બાબત ચોક્કસ છે.

maskઆ ઉત્તરાયણમાં માસ્ક અને હેટ ફેવરીટ
ઉત્તરાયણની ઉજવણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનો ઉત્તરાયણની તૈયારીમાં લાગી ગયા છે. શહેરનાં પતંગબજારમાં પતંગ રરસિયાઓની ભીડ પતંગ ખરીદવા તથા દોરી રંગાવા માટે જોવા મળે છે. પતંગ-દોરી મોંઘા થયા છે પણ પતંગના રસિયાઓનો રસ ઓછો થયો નથી ! મકરસંક્રાંતિ મનાવવાની તૈયારી કરી રહ્યા છે. બજારોમાં પતંગ, દોરી, તુક્કલ સાથે સાથે એક્સેસરીઝ જેમ કે જુદા પ્રકારની હેટ ( ટોપી), ગોગલ્સ , માસ્ક ખાસ ખરીદવાની બેકાબૂ ભીડ જોવા મળી રહી છે. ભૂતિયા માસ્ક ની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે

પોલીસ v/s પોલીસ ભ્રષ્ટાચારનો અનોખો ‌રિવાજ
શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના તમામ પોલીસકર્મીઓને ડ્યૂટી ફાળવવાની સત્તા જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર હેડની હોય છે. વીઆઇપીનાે બંદોબસ્ત હોય કે પછી પીસીઆર વાનમાં ફરજ બજાવવાની હોય કે પછી અન્ય બંદોબસ્ત હોય, તમામ કામગીરી રાઇટર હેડ સોંપે છે. ડ્યૂટીની આ બજવણીમાં રાઈટર હેડ દ્વારા લોભામણી લાલચોનાે ભ્રષ્ટાચાર અનોખો ‌રિવાજ જોવા મળી રહ્યો છે. એક પોલીસકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે રાઇટર હેડ જ્યારે પોલીસકર્મીઓને ઉપરાછાપરી ડ્યૂટી આપતા હોય છે, જેના કારણે પોલીસકર્મી ડ્યૂટીથી બચવા માટે રાઈટર હેડને લોભામણી લાલચો આપીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. રકતોથી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા ઉચ્ચ અધિકારીઓ અજાણ હોય છે. તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ ક‌િમશનર શિવાનંદ ઝાએ શહેરના મોટા ભાગના રાઇટર હેડની બદલીઓ કરી હતી.

પી.આઈ.ની ટીમ ન હોવાથી આરોપીઓ ન પકડી શક્યા
શહેર ક્રાઈમ બ્રાન્ચમાં હાલમાં પાંચ જેટલા પી.આઈ. અને તેમના હેઠળ ત્રણ-ત્રણ પીએસઆઈ અને તેમની ટીમો છે. ક્રાઈમ બ્રાંચમાં સાયબર સેલ અને અન્ય વિભાગના પી.આઈ. અલગ છે. ક્રાઈમ બ્રાન્ચ હાલ પાંચ પી.આઈ.થી ચાલે છે. ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઇ અને તેમની ટીમ ન હોવાથી બે દિવસ અગાઉ ઉચ્ચ અધિકારીને બાતમી હોવા છતાં આરોપીઓ પકડવા જઈ શકાયું નહોતું. તમામ પી.આઈ.ની ટીમ બહાર અને અન્ય આરોપીઓ પાછળ વ્યસ્ત હોવાથી બાતમી હોવા છતાં પોલીસની ટીમના અભાવે આરોપીઓ અને કૌભાંડને ઝડપી શકાયું નથી.

scanજિલ્લા પંચાયતનાં ‌ફિંગર‌િપ્રન્ટ સ્કેનર મશીન બંધ
લાલદરવાજા ખાતે આવેલ જિલ્લા પંચાયતની કચેરીમાં ‌ફિંગર‌િપ્રન્ટ સ્કેનર મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ‌જિલ્લા પંચાયતની ઓફિસમાં 18 કરતાં વધુ સરકારી ખાતાંઓ આવેલાં છે, જેમાં 500 કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારી ઓફિસમાં સવારના 10 વાગ્યાથી કર્મચારીઓ આવી જાય છે ત્યારે તેમની હાજરી પૂરવા માટેનાં ‌ફિંગર‌િપ્રન્ટ સ્કેનર મશીન બંધ હાલતમાં હોવાથી જૂની પદ્ધતિ વડે ચોપડામાં હાજરી પૂરે છે. આ મુદ્દે તપાસ કરતાં જાણવા મળ્યું કે ‌જિલ્લા પંચાયતના બહુમાળી ‌બ‌િલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે ‌ફિંગર‌િપ્રન્ટ સ્કેનર મશીન આવેલાં છે, જેમાં લોકો સ્કેન કરે છે, પરંતુ નોકરીનો એક જ સમય હોવાના કારણે તમામ લોકો આ સ્કેનર મશીન ઉપર હાજરી પૂરી શકતા નથી. આ સિવાય તમામ ફ્લોર ઉપર આવેલાં તમામ સ્કેનર મશીનો બંધ હાલતમાં છે અથવા તો તેને કાઢી નાખ્યાં છે.

You might also like