Metro Diary : શંકરસિંહની હાજરી રાજીવ ગાંધી ભવનમાં વર્તાય છે!

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઢોલ નગારાંની વચ્ચે કોંગ્રેસના વિધાનસભાના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને અલગ જન વિકલ્પ પક્ષની સ્થાપના કર્યે પણ લાંબો સમય થઇ ગયો છે. શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસ વિરોધી નેતા બન્યા છે. તેમ છતાં પણ આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે શંકરસિંહની વિધાનસભાના પક્ષના નેતા તરીકેની હાજરી વર્તાઇ રહી છે. પ્રદેશ કાર્યાલયના ત્રીજા માળે સંગઠનના વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટની ઓફિસ છે. જે પૈકી આર્થિક બાબતોના સેલની ઓફિસની બહારના કાચમાં શંકરસિંહ આજે પણ નજરે પડે છે. ચેરમેન નીતિન શાહના આ સેલમાં મોદી આવ્યા નોટબંધી લાવ્યા, નોટીબંધી પૂરી તો નાણાં બંધી કેમ ચાલુ, ખેડૂતનાં દેવાં માફ કરો વગેરે બાબતોને લગતાં મહિનાઓ જૂનાં ચાર સ્ટીકર્સ છે. આ ચારેય સ્ટીકર્સમાં શંકરસિંહની હાજરી પક્ષના સંનિષ્ઠ કાર્યકરો અને મુલાકાતીઓને આશ્ચર્ય પમાડી રહી છે.

university-campusયુનિવર્સિટી કેમ્પસમાંથી અા કાટમાળ ક્યારે ખસેડાશે?
સરકાર સફાઈ અભિયાનની વાત કરે છે ત્યારે સફાઈના પાઠ ભણાવતી ગુજરાત યુનિવર્સિટીમાં જ ગંદકી તેમજ કાટમાળ ખડકાયેલ જોવા મળે છે. ગુજરાત યુનિવર્સિટીનાં ભવનો તેમજ બિ‌િલ્ડંગ સહિત બગીચાની સાફ-સફાઇ માટે યુનિવર્સિટી દ્વારા અંદાજે વાર્ષિક લાખોથી વધુનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં યુનિવર્સિટીમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે તેમજ યુનિ.ના કેમ્પસમાં ખુલ્લેઆમ કાટમાળ જોવા મળે છે ત્યારે સફાઈ બાબતે કોન્ટ્રાક્ટરો લાલિયાવાડી કરી રહ્યા છે અને પોતાની મરજી પ્રમાણે કામ કરી રહ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોને પણ કંઈ પડી નથી.

farmer-7-12

 

૭/૧રના ઉતારા માટે પણ લાં…બી લાઇનો
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને હવે ૭/૧ર અને ૮/અના ઉતારા માટે પણ લાઇન લગાવીને ઊભાં રહેવાનું આવતાં નારાજગી ફેલાઇ છે. કલેક્ટર કચેરીના જન સેવા કેન્દ્રની બે બારીઓ ૭/૧ર અને ૮/અના ઉતારા માટે કાર્યરત હતી, તેમાંની એક બારી બંધ કરી દેવામાં આવતાં હવે સરળતાથી મળતા ખેતીની મા‌િલકીના અગત્યના પુરાવા ગણાતા ૭/૧રના દાખલા માટે મહિલાઓ સહિત અનેક ખેડૂતોને લાઇનમાં ઊભાં રહેવું પડે છે પણ તંત્ર સુધી હજુ આ સમસ્યા પહોંચી નથી.

brts-smart-card-formબીઅારટીએસના સ્માર્ટકાર્ડ માટેનું ફોર્મ અંગ્રેજીમાં જ કેમ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુસાફરોને વધુ સારી સુવિધા આપવાના હેતુસર સ્માર્ટ કાર્ડની સિસ્ટમ બદલી રહી છે. જેના ભાગરૂપે જૂના સ્માર્ટકાર્ડ લેવા માટે અંગ્રેજીમાં હજુ નવેસરથી ફોર્મ ભરવાનું રહે છે, પરંતુ અંગ્રેજીનું આ ફોર્મ સામાન્ય મુસાફરો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે. બીઆરટીએસમાં મોટાભાગના બસ સ્ટેન્ડથી જૂનાસ્માર્ટ કાર્ડની સામે નવું સ્માર્ટકાર્ડ આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આ‍વી છે, પરંતુ માત્ર અંગ્રેજી ભાષામાં જ આ ફોર્મ હોવાનાં કારણે સામાન્ય મુસાફરો તકલીફ અનુભ‍વી રહ્યા છે. બીજી બાજું આ ફોર્મ આપનારા પણ મુસાફરોએ જ જાતે જ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આમ, સામાન્ય લોકો માટે નવું સ્માર્ટકાર્ડ અંગ્રેજીનું ફોર્મ માથાનો દુખાવો સમાન બની ગયું છે.

You might also like