Metro Diary : શારદાનગર ગાર્ડનના શૌચાલયને કાયમી તાળાં કેમ?

શહેરમાં જાહેર જનતાની જ્યાં મોટા પ્રમાણમાં અવરજવર હોય તેવી જગ્યાએ કોર્પોરેશનના સત્તાવાળાઓએ શૌચાલયની સગવડ કરી છે. ખાસ કરીને કોર્પોરેશનના બગીચા કે જ્યાં નાનાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે ત્યાં શૌચાલય બનાવ્યાં છે, પરંતુ કોર્પોરેશને આ બનાવેલ શૌચાલય બંધ થઇ જાય તો…  શહેરના પાલડી વિસ્તારમાં શારદાનગર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં કોર્પોરેશનનો બગીચો છે. નાનાં બાળકો સહિત ઘણા  લોકો આ બગીચામાં આવે છે. અગાઉ ગાર્ડનની બાજુમાં બનાવેલા શૌચાલયનો ગાર્ડનમાં આવતા ઘણા લોકો ઉપયોગ કરતા હતા, પરંતુ આ શૌચાલય અચાનક જ બંધ કરી દેવાયું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક કોર્પોરેટરના કહેવા પ્રમાણે અહીંયાં આંગણવાડી બનાવાઇ છે, જોકે શૌચાલયની જગ્યાએ નવી નવી બનાવાયેલી આંગણવાડી પણ બંધ હાલતમાં છે.

metro-diary2પીઅાઈને કીટલીની ચા ગળે ઊતરતી નથી!
શોખ બડી ચીજ હૈ…જીવનમાં શોખ માણસની લાઇફસ્ટાઇલ બદલી નાખે છે અને તે જ શોખ લોકોમાં ચર્ચાનો વિષય પણ બની જાય છે. આવો જ એક પોલીસ ઇન્સ્પેક્ટરનો શોખ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોઇ પણ સામાન્ય વર્ગની વ્યકિત ચાની કીટલી પર ચાની ચૂસકી માણે છે ત્યારે પોલીસ કર્મચારીઓ પણ ચાની કીટલીમાં બનતી ચા પીવાની ટેવ ધરાવે છે, પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને કીટલીની ચા ગળે ઊતરતી નથી. તે માત્ર થ્રીસ્ટાર અને ફોરસ્ટાર હોટલની ચા પીવાની ટેવ ધરાવે છે. પોલીસ સ્ટેશનમાં પીઆઇ માટે સવાર-સાંજ હોટલમાંથી ચા આવે છે. પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ કે પછી પીઆઇને મળવા માટે કોઇ પણ મહેમાન આવે તો તેમના માટે પણ હોટલમાંથી ચા આવે છે.

 

metro diary3રાહુલ ગાંધીની પિન ટાટા નેનો પર ચોંટી ગઈ છે
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં વિભિન્ન ચાર તબક્કામાં ૬૦થી વધુ જાહેર સભાને સંબોધીને પક્ષનો ઝંઝાવાતી પ્રચાર કર્યો. છેલ્લે છેલ્લે ગયા શુક્રવારે તેમણે પોરબંદર, સાણંદ, અમદાવાદ સ‌િહત અરવલ્લી અને પંચમહાલ ‌િજલ્લાનો બે દિવસનો પ્રવાસ ખેડ્યો. આ પ્રવાસમાં રાહુલ ગાંધીએ દશ જાહેર સભાને સંબોધી હતી. નિકોલના ભક્તિ મેદાનમાં યોજાયેલી જનસભામાં રાહુલ ગાંધીએ ‘જાદુગર’નો મામલો ઉઠાવીને ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા, જોકે તેમની ગુજરાતની ભાગ્યે જ કોઇ એવી સભા હશે કે જેમાં તેમણે આ મુદ્દાને યાદ નહીં કર્યા હોય. રાહુલ ગાંધીઅે લગભગ તમામ સભામાં ટાટા નેનોના મામલે ભાજપ સરકાર પર અાક્ષેપો કર્યા હતા. સંનિષ્ઠ કાર્યકરોનો એક મોટો વર્ગ એવું માનતો થયો છે કે રાહુલ ગાંધીએ જૂની-જૂની વાતો અને ચવાઇ ગયેલા મુદ્દાને આટલું બધું મહત્ત્વ આપવાની જરૂર ન હતી.

 

metro-diary4પોલીસ સ્ટેશનમાં કૂતરાઅોને કોઈનો ડર નથી!
શહેરના નારણપુરા અને વાડજના સંયુક્ત પોલીસ સ્ટેશનમાં આજકાલ કૂતરાંઓનું રાજ થઇ ગયું છે. પોલીસ સ્ટેશનમાં કૂતરાંઓ રખડતાં જોવા મળી રહ્યાં છે. પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાંની સાથે જ કૂતરાંઓ સ્વાગત માટે ઊભાં હોય છે. ઉપરાંત પ્રથમ માળે જવાની સીડી પર પણ કૂતરાં બેસી જાય છે. પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓને પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ રખડતાં કૂતરાંને જુએ છે છતાં પણ પોલીસ સ્ટેશનમાંથી કાઢવાની તસ્દી લેતા નથી. વાડજ-નારણપુરા પોલીસ સ્ટેશન કૂતરાં માટે હવે આશ્રય‌સ્થાન બની ગયું લાગે છે.

You might also like