Metro Diary : વી.એસ.ના ટ્રોમા સેન્ટરનું ટોઇલેટ જ ‘ટ્રોમા’માં

એક સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની ગુજરાત બહારનાં રાજ્યોમાં પણ ભારે પ્રતિષ્ઠા હતી. છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગરીબ દર્દીઓ સારવાર માટે વી.એસ. હોસ્પિટલ આવતા હતા પરંતુ છેલ્લા એક દાયકાથી વી.એસ. હોસ્પિટલ રાજકારણીઓનો અડ્ડો બન્યું છે. કોર્પોરેશનની ઉપેક્ષાના કારણે વી.એસ. હોસ્પિટલની કામગીરી રામભરોસે ચાલી રહી છે. બહુ ગાજેલા ટ્રોમા સેન્ટરના ઇમર્જન્સી વોર્ડના જેન્ટસ ટોઇલેટની ગંદકીથી સત્તાવાળાઓ સામે સૂગ ચડે છે. સ્થાનિક કાર્યકર હનીફ સોડાવાલા કહે છે, “આ ટોઇલેટમાં પગ મૂકવાથી સાજો સમો માણસ બીમાર પડી જાય એટલી હદે અસ્વચ્છતા છે. પરંતુ તંત્ર સુસ્ત છે.” અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષે દહાડે મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું બજેટ વી.એસ. હોસ્પિટલના વહીવટ માટે ફાળવાય છે. ખુદ શહેરના મેયર પોતાના મેયરના હોદાની રૂએ વી.એસ. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન છે તેમ છતાં લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલમાં જોરની બોલબાલા છે.

metro-diary2અહીં મહિલાઓ કેવી રીતે ફરિયાદ કરે?
દુઃખી અને પીડિત મહિલાઓ માટે ૧૮૧ અને ૧૦૯૧ નંબરની મહિલા હેલ્પ લાઇન સેવાઓ શરૂ થયા પછી શહેર પોલીસે જાહેર જગ્યાઓ પર લગાવેલી મહિલા ફરિયાદ તૂટેલી હાલતમાં જોવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર જગ્યાઓ પર પોલીસ દ્વારા મહિલા ફરિયાદ પેટી લગાવવામાં આવી છે ત્યારે કલેકટર કચેરી ભાર મહિલા ફરિયાદ પેટી તૂટેલી હાલતમાં છે કોઈ મહિલાને આ ફરિયાદ કરવી છે તો તે કેવી રીતે શકે,આ ફરિયાદ પેટી મહિલાને કોઇપણ મુશ્કેલીઓ હોય તો તે નિઃસંકોચ રીતે પોતાની ફરિયાદ પેટીમાં નાખતી અને તેની ફરિયાદનો નિકાલ આવતો હતો. જે વિસ્તારમાં ફરિયાદ પેટી હોય તે વિસ્તારની હદમાં આવતું પોલીસ સ્ટેશન તે ફરિયાદનો નિકાલ કરતો હતો.પરંતુ હાલમાં આ ફરિયાદ પેટી ખુલ્લી તેમજ તેમાં પ્લાસ્ટિકનો બોટલ જોવા મળે છે કોઈ મહિલાને ફરિયાદ કેવી રીતે કરી શકે,તૂટેલી પેટીને કારણે મહિલાનોની ફરિયાદ ઉચ્ચ અધિકારી પહોંચતી નથી

metro-diary3

પોલીસ સ્ટેશનના જનસેવા કેન્દ્રને તાળાં 
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવતા નાગરિકો માટે સોફાસેટ અને ખુરશીમાં બેસવાની સુવિધા સાથે અલગ રૂમ બનાવવામાં આવ્યાે છે, જે જનસેવા કેન્દ્ર તરીકે ઓળખાય છે, પરંતુ શહેરનાં અમુક પોલીસ સ્ટેશનમાં નાગરિકોની સુવિધા માટેના સામાન અને રૂમનો ઉપયોગ નહીં થતો હોવાનું બહાર આવ્યું છે. નારણપુરા પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્રનો પાસપોર્ટ અોફિસ તરીકે ઉપયોગ કરવામાં અાવે છે. કેટલાક પોલીસ સ્ટેશનમાં તો પોલીસકર્મીઓ પોતાનો સામાન મૂકવા અથવા તો મુદ્દામાલ મૂકવા માટે પણ ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં તો નાગરિક સુવિધા કેન્દ્ર જ જોવા મળી રહ્યું નથી. પોલીસ મથકમાં નાગરિક સુવિધા કેન્દ્ર માટે અપાયેલી સામગ્રી મોટા ભાગનાં પોલીસ મથકના બંધ રૂમમાં પડી છે. કામ અર્થે આવતા નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસવાની જગ્યાએ બહાર રાહ જોવાનું કહી દે છે.

metro-diary4ફિરકીના ભાવમાં ૩૦૦થી ૫૦૦નો વધારો
ચૂંટણીના માહોલ વચ્ચે પણ ઉત્તરાયણના મહિના પહેલા પતંગ અને દોરીની સિઝન શરૂ થઇ ચૂકી છે. શહેરમાં ઠેરઠેર ફિરકીમાં માંજો પાયેલી દોરી વિંટળાવા લાગી છે. ગત વર્ષે રૂ. ૨૫૦૦ વાર દોરીના રૂ. ૧૦૦૦ હતા, જેના ભાવ વધીને સીધા રૂ. ૧૪૦૦ થઇ જતા પતંગ રસિયાઓએ  દોરી-ફિરકીના રૂ. ૪૦૦ વધુ ખર્ચવાની  તૈયારી રાખવી પડશે. ૧૦૦૦ વાર અને ૫૦૦૦ વારની દોરી સાથેની ફિરકીના ભાવમાં પણ  રૂ. ૩૦૦થી ૫૦૦ સુધીનો વધારો નોંધાયો છે. પતંગમાં પણ ભાવવધારો આવી જ રહ્યો છે. તે પહેલા દોરી સાથેની ફિરકીનું વેચાણ પણ શરૂ થઇ ચૂક્યું છે. આ વર્ષની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓના પતંગ દોરીનાં બજેટ તો વધશે જ, પરંતુ ઉત્તરાયણમાં ઊંધિયાં જલેબીની ધાબે જ્યાફત માણતાં પરિવારોને શાકભાજીની મોંઘવારી પણ નડી જશે.

You might also like