મેટ્રો ડાયરી: કારની સંખ્યા બતાવે છે કે નગરસેવકોનો વિકાસ તો થયો જ છે

આસ્ટોડિયા રોડ પર આવેલા ખમાસા-દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનનું મુખ્યાલય ધમધમે છે. પ્રજાના ચૂંટાયેલા ૧૯ર પ્રતિનિધિઓ સરદાર પટેલ ભવન તરીકે ઓળખાતા મ્યુનિ. મુખ્યાલયમાં બેસે છે. દસેક વર્ષ પહેલાં પ્રજાના આ પ્રતિનિધિઓ દ્વિચ‌િક્રય વાહનોનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે મોટા ભાગના પ્રતિનિધિઓ ‘ફોર વ્હીલર’ ધરાવે છે. મ્યુનિ. બોર્ડ કે સ્ટેન્ડિંગ કમિટીના દિવસે તો મુખ્યાલયમાં કારનો મેળાવડો જામે છે. ફાયર બ્રિગેડના વોલ‌િન્ટયર્સને ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતાં નાકમાં દમ આવી જાય છે. ગાડીઓની સંખ્યા જોઇને અજાણ્યા આગંતુકને તો માલેતુજારોનું જ મુખ્યાલય લાગે કે જ્યાં સામાન્ય માણસની સાઇકલ તો નજરે ચઢતી જ નથી અને બસ, એક-એકથી ચ‌િઢયાતી લાખો રૂપિયાની આલીશાન ગાડી જ આંખોમાં વસી જાય છે! આને શું કહેવું? સ્માર્ટ અમદાવાદનો સ્માર્ટ કોઠો કે પછી બીજો શબ્દ કોઇને સૂઝે છે?

car-drive-1ટ્રાફિક બ્રિગેડનો અા પણ એક ચહેરો છે
શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસની મદદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને રાખવામાં અાવે છે, પરંતુ અામ નાગરિકોની નજરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પ્રત્યે કરપ્‍શન લેતા હોવાની માન્યતા દઢ થયેલી હોય છે. અાવા ટ્રાફિકના જવાનો શહેરના 45 ડિગ્રી તાપમાનના ધોમધખતા તાપમાં ચાર રસ્તાઅો ઉપર ફરજ બજાવતા હોય છે. અાવા ટ્રાફિક બ્રિગેડના જવાનો પૈકીના કેટલાક જવાનો માનવતાની કામગીરી કરતા હોય છે, પરંતુ તેમની કામગીરીની કોઈ નોંધ લેવામાં અાવતી નથી. અાવું જ એક કાર્ય શહેરના માનસી ચાર રસ્તા પાસે જોવા મળ્યું હતું, જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ખૂલતાંની સાથે એક વેગનઅાર કાર બંધ પડી ગઈ હતી, જેના કારણે વાહનચાલક મુંઝાઈ ગયો હતો ત્યારે અા સ્થળે ફરજ ઉપર રહેલો ટ્રાફિક બ્રિગેડનો એક જવાન કારચાલકની મદદે અાવ્યો હતો. અા જવાને ધોમધખતા તાપમાં એકલાએ કારને ધક્કો મારી ચાર રસ્તા ક્રોસ કરાવી માનવતા દર્શાવી હતી, જે પ્રશંસાને પાત્ર છે.

yoga-02‘વિશ્વ યોગ દિવસ’ તૈયારી પુરજોશમાં: ૫ાંચ દિવસમાં, ૫૫ સ્થળે તાલીમ
રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં યોગ દિનની ઉજવણી જીએમડીસી ગ્રાઉન્ડ સહિત રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં થઈ રહી છે. ત્યારે પાંચ દિવસ માટે યોગ અંગેની તાલીમ શહેરમાં ૫૫ સ્થળોએ ૧૬થી ૨૦ જૂન દરમિયાન સવારે ૬થી ૭ કલાક દરમિયાન અપાશે. શિવાનંદ આશ્રમ, પ્રીતમનગર અખાડો, યુનિવર્સિટી ગ્રાઉન્ડ, વલ્લભભાઈ પટેલ સ્મારક સહિતનાં સ્થળોએ ૫ િદવસીય તાલીમ શિક્ષકોને અપાયા બાદ સમગ્ર શહેર ૨૧મીએ સવારે યોગમય બનશે.

arrest-3નાગ‌િરક સુવિધા કેન્દ્રને હાથકડી
કોઇ પણ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કે પછી અરજી કરવા માટે જાય છે ત્યારે તેને બેસવા માટે શહેર પોલીસ દ્વારા નાગ‌િરક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કોઇ પણ ફરિયાદી આરામથી ખુરશી ઉપર બેસીને પોતાની ફરિયાદ લખી શકે છે, જોકે શહેરના કારંજ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું છે. કારંજ પોલીસ સ્ટેશનમાં પહેલાં પીએસઓ પાસે પોલીસ ઇન્સ્પેક્ટરની કે‌િબન આવેલી હતી, જોકે આ પોલીસ ઇન્સ્પેક્ટરની કે‌િબનને ખાલી કરીને નાગ‌િરક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નાગ‌િરક સુવિધા કેન્દ્ર બંધ છે, જેમ કોઇ આરોપીને હાથકડી પહેરાવીને લઇ જવામાં આવે છે તેવી રીતે નાગ‌િરક સુવિધા કેન્દ્રને તાળાથી નહીં, પરંતુ હાથકડી પહેરાવવામાં આવી છે.

ipo-05IPOમાં તેજીથી ડિમેટ એકાઉન્ટ ખોલાવવા મોબાઈલ રણકવા લાગ્યા
આઈપીઓ બજાર ગરમ છે. પાછલાં બે ત્રણ મહિનામાં આવેલા આઈપીઓમાં રિટેલમાં રોકાણકારને લિસ્ટિંગને દિવસે જ ૨૦ ટકાથી ૪૦ ટકા જેટલું રિટર્ન છૂટ્યું છે. નાના રોકાણકારનું ફરી એકવાર આઈપીઓમાં આકર્ષણ વધ્યું છે ત્યારે નવાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવા મોબાઈલ ફોન ઉપરની ઘંટડીઓ વાગી છે. બ્રોકરેજ કંપનીઓના કહેવા પ્રમાણે બે વર્ષ પહેલાંનો એક સમય હતો. આઈપીઓ બજારમાં કામકાજ ખૂબ ઠંડા હતાં, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે. દિવાળી સુધી હજુ કેટલીય દિગ્ગજ કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. બ્રોકરેજ કંપનીઓએ પણ ઘટતાં જતાં કામકાજ વચ્ચે ધંધો સરભર કરવા નાના રોકાણકારને નવાં ડિમેટ એકાઉન્ટ ખોલવા મોબાઈલ પર ફોન કરી રહ્યા છે. એટલું જ નહીં ડિમેટ એકાઉન્ટ ખોલવા અંગે લીટરેચર પણ રોકાણકારોમાં સરનામે મોકલાવી રહ્યા છે. નવા ડિમેટ કેટલાક રોકાણકાર પ્રોજેક્ટ કંપનીમાં સરનામે પહોંચે છે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ નવાં ડિમેટ એકાઉન્ટ ખોલવા હાલ તો મોબાઈલ પર ઘંટડીઓ રણકી રહી છે …. !!!

You might also like