મેટ્રો ડાયરીઃ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીનાં ટોઈલેટ જ બિસમાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઠાની મુખ્ય કચેરી જ્યાં હજારો નાગરિકો નાનાં મોટાં કામ અર્થે મુલાકાતે આવે છે. તમામ મહિલા કર્મચારીઓ જ્યાં કામ કરે છે તે કચેરીના મહિલા ટોઈલેટ શરમજનક બિસમાર હાલતમાં છે. ટોઈલેટમાં પગ મૂકતાં જ ભીંજાવાની તૈયારી સાથે જ પગ મૂકવો પડે તેવી પરિસ્થિતિ છે. બીજો માળ જ્યાં મ્યુ. કમિશનરની મુખ્ય કચેરી છે. ત્રીજો માળ જ્યાં મેયર અને ડેપ્યુટી મેયરની કચેરી છે. ત્યાં આવતાં મહિલા મુલાકાતીઓ માટેનાં આ ટોઈલેટ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવે છે. પાઈપોમાંથી સતત પડતું પાણી ટોઈલેટના તૂટી ગયેલા, નળ પીળી ગંધાતી ફલોર, ટોઈલેટ માટે બનાવેલો સ્ટોર રૂમ, સડી ગયેલી ફલશ ટેન્ક વગેરે જોઈને મહિલા કોર્પોરેટર પણ શરમ નહીં અનુભવતી હોય?

gst1ટેક્સ કન્સલ્ટન્ટોને ઘી-કેળાંઃ વેપારીઓ ચિંતામાં
જીએસટી આવવાને હવે, માત્ર ગણતરીના દિવસો બાકી છે. મોટાભાગની ચીજવસ્તુઓનાં રેટની જાહેરાત પણ થઇ ચૂકી છે. જો કે, આ જાહેરાત બાદ કેટલાંક સેકટરમાં જોરદાર વિરોધ શરૂ થઇ ગયો છે. એક બાજુ હડતાલનાં એલાનની વાતો થઇ રહી છે. તો બીજી બાજુ કેટલાંક સેકટરનાં એસોસિએશન દ્વારા ટેક્સ કન્સલ્ટન્ટ સાથે બેઠકો કરી ઊભી થનારી સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જો કે, આ તમામ સ્થિતિમાં હાલ તો ટેક્સ કન્સલ્ટન્ટોને ઘી-કેળાં છે તેવો મત વેપારી એસોસિએશન દ્વારા વ્યક્ત કરાયો છે. કાપડ બજાર, ઓટોમોબાઇલ, જ્વેલરી સહિત કેટલાંક સેકટરમાં હાલમાં નિયમો તથા રેટને લઇ ઊભા થયેલી પરિસ્થિતિ અંગે અસમંજસની સ્થિતિ સર્જાય છે. તેઓએ ટેક્સ નિષ્ણાતોનો આશ્રરો લેવો પડ્યો છે. તો બીજી બાજુ ટેક્સ કન્સલ્ટન્ટ કંપનીઓનાં સંચાલકો પણ એવું જણાવી રહ્યા છે કે, હાલ તો અમને જે વેપારી એસોસિએશન બોલાવે તેઓનાં વેપારીઓને માર્ગદર્શન આપી છીએ. સાથે સાથે તકનો લાભ લઇને ધંધો પણ કરી લઇએ છીએ.

cabin1૧૫ કેબિનો છે પણ સિક્યુરિટી જવાન એકમાં પણ દેખાતા નથી
ગુજરાત યુનિર્વસિટીના સંચાલકો દ્વારા યુનિર્વસિટીનાં ભવનો, હોસ્ટેલ અને સ્ટાફ કર્વાર્ટરની સુરક્ષા માટે અલગ કેબિન મૂકવામાં આવી છે. જે ૮૦હજારના ખર્ચે ૧૫ જેટલી સિક્યોરિટી કેબિન મૂકવામાં આવી. આ કેબિન હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. આ કેબિનોની ફરતે ગંદકી જોવા મળે છે, આ કેબિનો તૂટેલી હાલતમાં પડી છે. ભૂતકાળમાં યુનિર્વસિટી ભવનમાં ઉત્તરવહીની ચોરી જેવી ગંભીર ઘટનાઓ બની છે. આ ઉપરાંત મોડી સાંજ બાદ યુનિર્વસિટી કેમ્પસમાં પ્રેમી પંખીડાંઓ અને અસામાજિક તત્વોની ચહેલ પહેલ વધી જવા પામતી હોય છે.

રિક્રિએશનલ કમિટીની બેઠક પર ઉચ્ચ હોદ્દેદારની બેઠકે ‘પાણી’ ફેરવ્યું
સામાન્ય રીતે કોર્પોરેશનમાં નીચલી કમિટીની બેઠકમાં ચા-પાણી અને નાસ્તા સિવાય કશું હોતું નથી, કેમ કે નીચલી કમિટીની બેઠકમાં તંત્ર દ્વારા મુકાતા એજન્ડા પરની દરખાસ્તો પર અગાઉથી ‘ઉપર’ના આદેશ મુજબ નિર્ણય લઇ લેવાય છે. વિપક્ષ કોંગ્રેસના એક પણ સભ્ય એક પણ કમિટીમાં ન હોઇ ખુદ શાસક ભાજપના સભ્યોને જ ‘ઝીરો અવર’ દરમ્યાન વિપક્ષની ભૂમિકા ભજવવી પડે છે. અલબત્ત, ગત શુક્રવારની સાંજે રિક્રિએશનલ કમિટીના સભ્યો ફક્ત પાંચ મિનિટ માટે મળેલી બેઠકથી દુઃખી દુઃખી થઇ ગયા હતા. ચોમાસાના સંદર્ભમાં તંત્રની તૈયારી અંગે જાણવાની કેટલાક સભ્યની ઇચ્છા હતી, પરંતુ ટોચના એક હોદ્દેદારે ‘ઉતાવળે’ બોલાવાયેલી એક બેઠકમાં કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનને પણ હાજર રહેવાનું હતું એટલે એજન્ડા પરની દરખાસ્તોને બાકી રાખીને બેઠકનું અચ્યુતમ્ કેશવમ્ કરી નખાયું !

office1કચેરીમાં કુંડાં મૂકીને ગ્રીન એક્શન પ્લાન થશે?
અમદાવાદ મ્યુનિિસપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી દર વર્ષે ‘ગ્રીન એક્શન પ્લાન’ અમલમાં મુકાય છે, જેમાં શહેરભરમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાય છે. આ વખતે તો સત્તાધીશોએ નાગરિકો સ્માર્ટફોનથી રોપાની માગણી કરી શકે તે માટે ખાસ મોબાઇલ એપ શરૂ કરી છે, જોકે મ્યુનિસિપલ મુખ્યાલયમાં ઉચ્ચ અધિકારીઓની ઓફિસની બહાર કુંડાં મૂકીને ગ્રીન એક્શન પ્લાન કેવી રીતે સાર્થક થશે તે સમજાતું નથી. મુખ્યાલયના બીજા માળે મુકાયેલાં આ કુંડાં ખાસ આકર્ષક પણ નથી. આની સાથે-સાથે છોડને હર્યાભર્યા રાખવા છંટાતા પાણીનો પ્રશ્ન પણ છે. અલબત્ત, અત્યારે તો ડેપ્યુટી કમિશનર જેવા મોટા અધિકારીને મળવા આવતા અન્ય અધિકારીઓ, કોર્પોરેટરો અને મુલાકાતીઓ કુંડાં સાથે અથડાતાં બચવાની માથાકૂટ કરી રહ્યા છે!
http://sambhaavnews.com/

You might also like