મેટ્રો ડાયરીઃ અાવાં જોખમી જંક્શન બોક્સથી સંભાળજો

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને ર૪ કલાક ભેજવાળું વાતાવરણ પણ રહે છે તેવામાં સ્ટ્રીટલાઇટના થાંભલાઓમાં ખુલ્લાં વાયરો જોખમી બની જાય છે. ચારેય બાજુ મેટ્રો પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યુ ત્યારે હેલ્મેટ સર્કલ સહિત વિવિધ જગ્યાએથી વીજ થાંભલાઓને કાઢી નાખવામાં આવ્યા છે. વીજ થાંભલા કાઢી નંખાતાં તેનાં જંકશન બોક્સ રોડ પર જોખમી રીતે પડ્યાં છે. જંકશનમાં લાગેલાં વાયરોમાં આજે પણ કંરટ પસાર થઇ રહ્યો છે ત્યારે જો કોર્પોરેશન દ્વારા જંકશન હટાવી નહીં દેવાય તો કોઇપણ વ્યકિત કરંટનો ભોગ બની શકે છે. ગત વર્ષે વીજ થાંભલાને કારણે કરંટ લાગવાથી બે વ્યકિતનું તેમજ એક ગાયનું મોત નીપજ્યું હતું.

metro-diary2મ્યુનિ. ફાયર બ્રિગેડના ‘મહાકાલ’ અને ‘મહાપ્રભુ’
આમ તો આપણી પ્રજાની માનીતી રમત ‘કબડ્ડી’ છે. કબડ્ડીમાં જે રીતે હરીફ ખેલાડીની ટાંટિયાખેંચ કરાય છે તેના કરતાં પણ વધુ નિપુણતાથી લોકો ઘર, પરિવાર, સમાજ કે ઓફિસમાં હૂતુતુની રમત રમે છે. હવે ૬૦ લાખ લોકોના જાનમાલની સુરક્ષા સાથે સંકળાયેલા ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાની ઓફિસમાં થતી ટાંટિયાખેેંચનું ઉદાહરણ લો. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડમાં બે ટોચના અધિકારીઓને એકબીજા સાથે ખાસ બનતું નથી. એકનું હુલામણું નામ ‘મહાકાલ’ અપાયું છે જ્યારે બીજાની ઓળખ ‘મહાપ્રભુ’ની બની છે.

metro-diary4હવે વેપારીઓ ટેક્સ પ્રેક્ટિસનર્સના શરણે
જીએસટી આવશે… નહીં આવે તેવી શંકા-કુશંકા વચ્ચે હવે ગુડસ એન્ડ સર્વિસ ટેકસનો અમલ શરૂ થઇ ચૂકયો છે. એક સમયે વેપારીઓને વેટના રિટર્ન સમયસર ભરાવવા યાદ કરાવતા ટેક્સ પ્રેક્ટિસનર્સ પાછળ પાછળ હવે વેપારીઓ દોડતા થઇ ગયા છે. ટેક્સ પ્રેક્ટિસનર્સના જણાવ્યા પ્રમાણે વેપારી ફોન કરીને અથવા રૂબરૂ મળીને પોતાના ધંધાને જીએસટી બાદ કેવી ઇમ્પેકટ પડશે તેની પૂછપરછ કરી રહ્યા છે. એટલું જ નહીં વેપારી સામેથી કહી રહ્યા છે કે જીએસટી માટે જે કાંઇ કાર્યવાહી કરવાની હોય તે કરી નાંખજો… પાછળથી હેરાનગતિનો ભોગ બનવું ના પડે! આમ જીએસટીની નવી ટેકસ સિસ્ટમ દાખલ થઇ છે ત્યારે વેપારીઓની માનસિકતા બદલાઇ છે તેવું ટેકસ નિષ્ણાતોનું કહેવું છે.

metro-diary3સરકારની અા વેબસાઈટ હજુ અાનંદીબહેનને મુખ્યપ્રધાન માને છે
ગુજરાત સરકારના કેટલાક વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી વેબસાઈટ અપડેટ કરવામાં આવતી નથી. શ્રમ અને રોજગાર વિભાગની વેબસાઈટ પર મુખ્યપ્રધાન તરીકે હજુ પણ આનંદીબહેન પટેલનું નામ ચાલી રહ્યું છે. વેબસાઈટ પર હજુ વિજય રૂપાણી શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન છે. નવાઈની વાત અે છે કે સરકારના અન્ય વિભાગોની વેબસાઈટ પર વિજય રૂપાણીનું નામ મુખ્યપ્રધાનતરીકે અપડેટ થઈ ગયું છે.
http://sambhaavnews.com/

You might also like