મેટ્રો ડાયરીઃ કાળીગામના ગરનાળુ ખુલ્લી ગટરમાં ફેરવાયું

kali-gaamકાળીગામના ગરનાળુ ખુલ્લી ગટરમાં ફેરવાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં પ્રિ માેન્સૂન પ્લાન દર વર્ષે બનાવાય છે. પરંતુ આ પ્રિ મોન્સૂન પ્લાનમાં કોર્પોરેશન કાળી ગામ રોડ પર આવેલા ગરનાળામાંથી પાણી દૂર કરવાની કામગીરી અંગે કોઈ પ્લાન ઘડાયો ન હોવાનું બહાર આવ્યું છે. દર ચોમાસામાં વરસાદ બાદ કાળી ગામ જવાના રોડ પર ગરનાળું આવેલું છે તેમાં પાણી ભરાઈ જાય છે. ગટરનું અને વરસાદનું પાણી ભેગું થઈ જતાં કાળું પાણી ભરાઈ જાય છે અને તીવ્ર ગંધ મારે છે. કાળી ગામ જવા માટે સુભાષબ્રિજથી આ એક જ રસ્તો છે પરંતુ કોર્પોરેશન આ પાણી વરસાદના ૧૦ દિવસ બાદ પણ કાઢી શક્યું નથી. ૧૦ દિવસ સુધી તીવ્ર ગંધ મારતું પાણી કાઢવામાં અથવા ગરનાળાની સફાઈ ન કરાતાં વાહનચાલકોએ ગંદાં પાણીમાંથી પસાર થવું પડે છે.

વટવા પોલીસ સ્ટેશનને લેન્ડલાઈન ફોનનું ગ્રહણvatva-police-station
શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચારેક મહિનાથી ફોન બંધ રહેતા પોલીસ સ્ટેશન અોફિસરને મોબાઇલ ફોન આપવામાં આવ્યો છે. અધિકારીઓને સૂચના આપવી હોય કે પછી અન્ય કોઇ પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી હોય તો પીએસઓ આ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. ગત એપ્રિલ મહિનામાં વટવા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે જૂના બિલ્ડિંગને તાળું મારી દેવામાં આવ્યું હતું. ચાર મહિના થઇ ગયા પંરતુ સુધી પોલીસ સ્ટેશનમાં ટેલિફોન ચાલુ થયો નથી. વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે.સરવૈયાએ જણાવ્યું છે કે બીએસએનએલના કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં આવીને ટેલિફોનની લાઇન રિપેર કરીને જાય છે, પંરતુ ફોન બગડી જાય છે કામગીરી અટકે નહીં તે માટે પીએસઓને અલગથી મોબાઇલ ફોન આપ્યો છે.

karmchariનિયમો બધા પબ્લિક માટે, કર્મચારીઅો છેડચોક ભંગ કરે છે
એક તરફ સરકાર અને તંત્ર વ્યસન મુક્તિ માટે મોટી જાહેરાતો કરે છે,અને બીજી તરફ સરકારી ઓફિસમાં કોઈ કર્મચારી કે નાગરિક વ્યસન કરે તેના માટે દંડ થશે તેવાં બોર્ડ લગાવાયાં છે અને કોઈ વ્યક્તિ સરકારી ઓફિસમાં વ્યસન કરતો ઝડપાય તો તેની પાસેથી તંત્ર દંડ પણ ઉઘરાવે છે,પરંતુ જો કોઈ સરકારી કર્મચારી વ્યસન કરે તો તેની સામે તંત્ર કોઈ દંડ નથી લેતું .વીએસ હોસ્પિટલમાં એક્સ રે વિભાગમાં કર્મચારી ખુલ્લેઆમ સિગારેટ અને મસાલાનું સેવન કરતા નજરે પડે છે તેમજ તેમના ટેબલે પર સિગારેટ અને પાન મસાલા ખુલ્લેઆમ નજરે પડી રહ્યા છે ત્યારે આ વિભાગમાં વ્યસન કરવું નહીં તેવું બોર્ડ છે. જેમાં રૂ. 50નો દંડ છે, તેમ છતાં હોસ્પિટલના કર્મચારીઓ તંત્રનો નિયમ ધોઈને પી ગયા હોય તેવું લાગે છે. નિયમ માત્ર સામાન્ય જનતા માટે છે.આવા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરનાં પગલાં તંત્રે લેવાં જોઈએ.

સિવિલમાં રખડતા કૂતરાનો ત્રાસ યથાવત્dog
અત્યારે સ્વાઈન ફ્લૂ સહિત અનેક રોગના કારણે સિવિલ દર્દીઓથી ઊભરાઈ રહી છે ત્યારે સિવિલમાં ફરતાં બિનધાસ્ત કૂતરાંઓના કારણે દર્દીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. દર્દીઓને લેબોરેટરી કે સોનોગ્રાફી કે અેક્સ-રે માટે લઈ જવાતા હોય ત્યારે લોબીમાં કૂતરું દેખાતાં જ દર્દીઓમાં સગાંવહાલાં પણ કૂતરું કરડવાની બીકે આઘાપાછા થઈ જાય છે. સામાન્ય રીતે દરેક ફ્લોર પર ચોકીદારોની વ્યવસ્થા છે, પરંતુ કૂતરાંને આવનજાવન માટે કોઈ બંધન નથી.

You might also like