મેટ્રો ડાયરી: વરસાદ પહેલાં જ ભૂવા પડ્યા

728_90

ભદ્રના ચાચર ચોકમાં પ્રસાદ ભંડારની લારી ધમધમવા લાગી!police
મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ રૂ. ૩૪ કરોડના ખર્ચે (એટલે કે પ્રજાના પૈસે) વિકસિત કરાયેલા ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટનું આગામી િદવસોમાં નાહી જ નાખવાના છે. કેમ કે પાથરણાંવાળાઓ આગળ ‘નત મસ્તક’ થયેલા તંત્રે ૩૦ ટકા વિસ્તારમાં ‘પટ્ટા’ પણ દોરી દીધા છે. જેમાંથી ભવ્ય એવો ચાચાર ચોક પણ બાકાત નથી ! ચાચર ચોકમાં માતા ભદ્રકાળીનાં હોમ-હવન થતાં આવ્યા છે, પરંતુ હવે પાથરણાંવાળાના ‘અડ્ડા’ જામશે. એટલે મહિલા શ્રદ્ધાળુઓને પણ માતાના દર્શન કરવામાં તકલીફ થશે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે ચાચર ચોકમાં બેસવાની હજુ સુધી એક પણ પૂજાપાની સામગ્રી વેચનારા ધંધાર્થીને ‘કાયદેસર’ની અનુમતિ અપાઈ નથી. તેમ છતાં એક પ્રસાદ ભંડારની લારી ધમધમવા લાગી છે ! ભદ્ર પ્રસાદ ભંડારનું બેનર ધરાવતા આ લારીને અડીને જ પોલીસના જવાનો બેસે છે. મ્યુનિ. સત્તાધીશો ભદ્ર પ્લાઝાના રસ્તા ખોલવાની દિશામાં વિચારી રહ્યા છે, પરંતુ તંત્ર કરતાં પણ અનેક ગણી ઝડપ અત્યારે તો પાથરણાંવાળા દાખવી રહ્યા છે તેવું લાગે છે !

લો બોલો વાહન ક્યાં પાર્ક કરવાં?car-parking
શહેરમાં વાહનનાં પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. શહેરમાં મોટો પ્રશ્ન પાર્કિંગનો છે. હવે તો પોલીસ સ્ટેશનમાં પણ પાર્કિંગની સમસ્યા ઊભી થઇ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ દ્વારા ડીટેઇન કરાયેલાં વાહનોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે પોલીસ કર્મચારીઓએ વાહન પણ બહાર રોડ ઉપર પાર્ક કરવાની ફરજ પડે છે. પોલીસ દ્વારા તો ઠીક પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને પણ વાહનો બહાર પાર્ક કરવાં પડે છે. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ થઇ જાય છે અને રોડ સાંકડો થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં વાહન પાર્કિંગની સમસ્યાએ રોડ પર જતાં ટ્રાફિકની સમસ્યા બની ગઇ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડે અપનાવ્યો ગ્રીન કોન્સેપ્ટgreen-park
ગુજરાત હાઉસિંગ બોર્ડનું રૂ.૧૦ કરોડના ખર્ચે બની રહેલું નવું બિ‌િલ્ડંગ હવે પૂર્ણતાના આરે છે. આખો પ્રોજેક્ટ ગ્રીન કોન્સેપ્ટ આધારિત છે. નવા બિ‌િલ્ડંગની એ‌િલવેશન વોલ પર જીએચબીના લોગો સાથે હજારો નાના નાના પ્લાન્ટ્સ‌ ઇરિગેશન પાઇપ સાથે ગોઠવેલા છે, જેથી દરેક પ્લાન્ટ્સને સમયસર પાણી મળે. ગ્રીન અેન્વાયરન્મેન્ટ કોન્સેપ્ટ સાથે ગુજરાત સરકારની કચેરીઓનું આ પહેલું બિ‌િંલ્ડંગ છે.

વરસાદ પહેલાં જ ભૂવા પડ્યાdanapith---khado
હજુ વરસાદી સિઝનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જોધપુર ગામનાં પ્રેરણાતીર્થ દેરાસરથી ૩૨ ફૂટના રોડ તરફના મુખ્ય રસ્તા પર વરસાદ પહેલાં જ ૧૦ ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે. મોટાં વાહનો ખાડાની બહાર કાઢેલી માટીમાં ફસાઈ ન જાય તેમ કાળજીપૂર્વક ચલાવવાં પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હજુ આ ભૂવાનું સમારકામ ચાલુ છે અને જો વરસાદ આવશે તો શું ? તેવું પસાર વાહનચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સ્ટ્રીટ લાઇટ સાફ કરાય તો પણ ‘ઉજાલા’ થઈ જાયstreet-light
આજ કાલ ઉજાલા સરકારી પ્રોજેકટ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે જેથી ચર્ચા પણ લોકમુખે કોર્પોરેશનમાં થઇ રહી છે. આ યોજનામાં લાઇટમાં એ જ બિલમાં વધુ પ્રકાશ આવે તેવા બલ્બનું સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશનમાં જ લોકમુખે ચર્ચા થઇ રહી છે કે માત્ર કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટ ઉપરના કવરની જ જો સફાઇ કામ કરવામાં આવે તો એ જ લાઇટનાં બિલમાં ૩૦ થી ૪૦ ટકા વધુ પ્રકાશ આવે!! સ્ટ્રીટ લાઇટ એકવાર નખાઇ ગયા પછી વર્ષો સુધી સફાઇ કામ થતું નથી. અને સ્ટ્રીટ લાઇટનાં કવરમાં ધૂળ જમા થઇ જવાને કારણે પ્રકાશ પણ ઓછો ફેંકાય છે. સરકાર આજ કાલ કરોડો રૂપિયા ઉજાલા પ્રોજેકટ પાછળ ખર્ચે કરી રહી છે પરંતુ જો માત્ર થોડો ખર્ચ કોર્પોરેશનની લાઇટનાં કવર સફાઇ કરવા પાછળ કરે તો રોડ ઉપર ઉજાલા-ઉજાલા થઇ જશે! તેવું કોર્પોરેશનમાં ચર્ચાઇ રહ્યું છે.

You might also like
728_90