Metro Dairy : ગરમીના કારણે મજૂરીના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીએ માઝા મૂકી છે. છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો ૪૪ ડિગ્રી સે‌િન્ટગ્રેડની ઉપર જોવા મળ્યો છે. ગરમીની સૌથી વધુ અસર ખુલ્લામાં કામ કરતા મજૂરોને થઇ રહી છે. બાંધકામ સાથે સંકળાયેલા છૂટક મજૂરો ગરમીમાં ખુલ્લામાં કામ કરવાની ઘસીને ના પાડી રહ્યા છે. ભારે ગરમી વચ્ચે મજૂરોનો પારો પણ ઊંચે જોવા મળી રહ્યો છે. છૂટક મજૂરીકામ કરતા મજૂરો અગાઉથી બોલી કરી રહ્યા છે કે ખુલ્લામાં કામ કરવાનું હશે તો મજૂરીના વધુ ચૂકવવા પડશે. સામાન્ય કરવાનું રીતે છૂટક મજૂરીનો રોજનો ભાવ ર૦૦ થી ૩૦૦ રૂપિયા ચાલે છે, પરંતુ આ જ મજૂરો ખુલ્લામાં કામ કરવા માટે મજૂરીના ગરજ પ્રમાણે રૂ.૧૦૦ થી ર૦૦ જેટલી વધુ રકમ લઈ રહ્યા છે. તો વળી કેટલાક છૂટક કામ કરતા મજૂરો અગાઉથી બોલી કરે છે કે ગરમી બહુ છે, બહારનું કામ હશે તો બપોરની રિસેસનો સમય વધુ આપવો પડશે. કોન્ટ્રાક્ટરો પણ કહી રહ્યા છે કે છાંયડામાં મજૂરીકામ હોય તો છૂટક મજૂરો જલદીથી કામ કરવા તૈયાર થઇ જાય છે.

પ્લાસ્ટિકના કપનું મ્યુનિ. મુખ્યાલયમાં ધુપ્પલ

palsticશહેરના ૬૦ લાખ નાગરિકોની પ્રાથમિક સુવિધાનાં કામો સાથે સીધી રીતે સંકળાયેલા મ્યુનિ. તંત્રના સત્તાવાળાઓ નાગરિકો પર નિતનવાં ફરમાન કરવા માટે જાણીતા છે. સત્તાવાળાઓ દ્વારા આવું જ એક ફરમાન પ્લાસ્ટિકના કપના વપરાશ અંગેનું છે. આરોગ્ય વિભાગે પ્લા‌િસ્ટકની થેલીમાં લાવેલી ચા પીવાથી કે પ્લા‌િસ્ટકના કપમાં ચા પીવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે તેવી પત્રિકા પ્રસિદ્ધ કરીને ખમાસા દાણાપીઠ ખાતે આવેલ મ્યુનિ. મુખ્યાલયમાં ઠેરઠેર લગાડી છે, પરંતુ ખુદ મુખ્યાલયનો ઓફિસ સ્ટાફ જ પ્લા‌િસ્ટકની થેલી અને પ્લા‌િસ્ટકના કપનો ચા લાવવા કે ચા પીવા માટે બેધડક ઉપયોગ કરી રહ્યો છે. આમ તો એવું કહેવાય છે કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’, પરંતુ મ્યુનિ. સત્તાધીશોના મામલે શેઠની શિખામણ ઝાંપા સુધી પણ પહોંચી નથી, જેનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત તસવીરે પૂરું પાડ્યું છે, જેમાં કોર્પોરેશનની એક ઓફિસના ટેબલ પર પ્લા‌િસ્ટકનો કપ પડ્યો છે અને તેની સામેના કબાટ પર આરોગ્ય વિભાગની પત્રિકા ચોંટાડેલી છે.

પખવાડિયાથી વધુ સમય થયો, અા ખાડો ક્યારે પૂરાશે?kahdo

વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર-1ની સામે અાવેલા જૈન દેરાસર સામે એએમસી દ્વારા છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી ખાડો ખોદવામાં અાવેલો છે. અા ખાડો રોડની વચ્ચોવચ હોવાથી ટ્રાફિકમાં ભારે અંતરાયરૂપ બની રહ્યો છે. અા ઉપરાંત અા ખાડામાં ગટરનું પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. અાથી દેરાસરમાં અાવતા શ્રાવકો તેમજ રાહદારીઅોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છ માસ પાછી ઠેલાઈgujara-second

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બે સભ્યની મુદત પૂરી થતાં સરકારના શિક્ષણ વિભાગે તેમાં છ માસનો વધારો જાહેર કરી મુદત વધારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડની કેટલીક કામગીરી પૂર્ણ ન થઇ હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. ૨૭ જુલાઈઅે વર્તમાન બોર્ડની મુદત પૂરી થાય છે.  શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણીમાં સમય જાય તેમ હોવાથી ચૂંટણીની મુદત છ માસ ર૩ જાન્યુઆરી, ર૦૧૭ સુધી લંબાવવામાં અાવી છે. હાલમાં શિક્ષણ બોર્ડમાં કુલ ૮૧ જેટલા સભ્ય છે, તેમાં ધારાસભ્યો, યુનિવર્સિટીના સભ્યો, આચાર્યો, માધ્યમિક શાળાના શિક્ષકો, શાળા સંચાલકોનો સમાવેશ થાય છે.

અાઠ વર્ષ પછી પણ જીટીયુ પોતાના કેમ્પસથી વંચિત  GTU1

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની સ્થાપનાને અાઠ વર્ષ પૂરા થયા છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરી જમીન અને પૂરતા કાયમી સ્ટાફની ફાળવણી કરાઈ નથી, જેના કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ફાળવાતી કરોડો રૂ‌િપ‍યાની ગ્રાન્ટ જીટીયુને મળતી નથી, જેના કારણે દર વર્ષે રાજ્ય સરકારને જીટીયુ પાછળ કરોડો રૂ‌િપ‍યાની રકમ ખર્ચ કરવી પડે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2008માં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઅો સાથે જોડાયેલી ટેકનિકલ કોલેજોને જુદી પાડીને એક અલગ અને નવી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં અાવી હતી. જીટીયુનો પ્રારંભ થયો ત્યારે તેને વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં જગ્યા ફાળવવામાં અાવી છે. જ્યારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ માટે પણ એલ.ડી કોલેજ અોફ એન્જિનિયરિંગમાં જગ્યા ફાળવવામાં અાવી છે. કોઈ પણ યુનિવર્સિટીની રચના કરવામાં અાવે ત્યારે અા યુનિવર્સિટીની પાસે અોછામાં અોછી 100 એકર જમીન હોવી જોઈએ. જીટીયુની રચના તો કરી દીધી છે, પરંતુ અાઠ વર્ષ થવા અાવ્યા છતાં જીટીયુને જમીનની ફાળવણી કરવામાં અાવી નથી.

You might also like