Metro Dairy: અમદાવાદના પોલીસકર્મીઓ સતત વિવાદોમાં!!

અમદાવાદની પોલીસ પર જાણે ઘાત બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચમાં શકમંદ આરોપી કોન્સ્ટેબલની હત્યા કરી આરામથી ફરાર થઇ જવામાં સફળ થઇ જાય. શહેર કોટડા પોલીસ સ્ટેશનનાં બે પોલીસ કર્મીઓને જામીન પર છોડાવવા આવેલી વ્યક્તિ પોલીસ સ્ટેશન બહાર જ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરે. આવી ઘટનાઓથી પોલીસ ગુનેગારો અથવા સામાન્ય લોકોને ડર નથી રહ્યો તેમ લાગે છે. સેટેલાઇટ વિસ્તારમાં મહિલા પીએસઆઇ જાડેજા દ્વારા દારૂની મહેફિલમાં રેડ પાડી અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયાનાં પુત્ર સહિત રપની ધરપકડ કરતાં લાખો રૂપિયાની લાંચ માગવાના આક્ષેપ થતાં પીએસઆઇ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાણીપ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેહુલ રાઠોડ સામે પણ વડોદરાની યુવતીએ દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ નોંધાવી છે.

નાગરિકોની સિવિક સેન્સ ક્યારે સુધરશે?

dustઅમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા માટેની વ્યવસ્થા કરવામાં અાવી છે તેમજ સોસાયટીઅોની બહાર તેમજ અમુક ચોક્કસ પોઈન્ટ પર મોટી કચરાપેટીઅો મૂકવામાં અાવી છે, પરંતુ સ્થાનિક રહીશો, અાસપાસની સોસાયટીઅોના સફાઈ કામદારો અને અન્ય લોકો એકઠો કરાયેલો કચરો કચરાપેટીમાં નાખવાના બદલે કચરાપેટીની બહાર ઠાલવીને જતા રહે છે, જેના કારણે કચરાપેટીનો કોઈ અર્થ સરતો ન હોવાનું જોવા મળ્યું છે. અા તસવીર શહેરના સેટેલાઈટ વિસ્તારમાં અાવેલા સુંદરવનની પાછળના ભાગે અાવેલી અશોકનગર સોસાયટી પાસેની છે. શહેરમાં અનેક સ્થળે અાવી સ્થિતિ જોવા મળે છે.

અોવરબ્રિજ પરથી કચરાનો અભિષેક!dusting

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કરોડો રૂપિયા ભલે ખર્ચાતા હોય પણ અમદાવાદના તમામ વિસ્તારમાં ખૂણે ખાંચરે ગંદકી, માટી એઠવાડની પરિસ્થતિ યથાવત છે. જીવરાજપાર્ક ઓવરબ્રિજની નીચે વિશાળ જગ્યા હોવા છતાં તેનો સદ ઉપયોગ થશે ત્યારે હજુ પણ બ્રિજનો નીચેનો કેટલોક ભાગ કચરાપટ્ટીમાં ફેરવાયેલો છે. બ્રિજના બંને છેડાએ જાળી લગાવી છે તો લોકો ઉપરથી કચરો ફેકેં છે. તંત્રને એ જોવાની ફુરસદ પણ નથી કે તેને કેવી રીતે અટકાવી શકાય.

હોટેલ-રેસ્ટોરાં ઊભરાય છે, પરંતુ વેટની આવક માત્ર પાંચ ટકા વધી

vat-01અમદાવાદ શહેરમાં હોટેલ અને રેસ્ટોરાંનો રાફડો ફાટ્યો છે. હોટેલ-રેસ્ટોરાં ઉનાળાની ગરમી હોય કે શિયાળો હોય, બારે મહિના ગ્રાહકોથી ધમધમે છે. શહેરમાં મોટા ભાગની હોટેલ અને રેસ્ટોરાંનો કારોબાર ઊંચો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સામે વેટ ડિપાર્ટમેન્ટને મળતી આવકમાં આંગળીના વેઢે ગણાય તેટલો પાંચ ટકાનો જ વધારો થયો છે. ડિપાર્ટમેન્ટને ફૂડ પ્રોડક્ટ સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૧૦.૭૮ કરોડની આવક થઈ હતી. તેની સામે વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ. ૧૧.૪૧ કરોડની આવક થઈ છે. માત્ર ૫.૮૪ ટકાનો વધારો થયો છે. હોટેલ અને રેસ્ટોરાં સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧.૭૫ કરોડની આવક વધીને ૩૩.૮૯ કરોડની થઈ છે, જે માત્ર ૫.૪૪ ટકાનો વધારો દર્શાવે છે. હોટેલ-રેસ્ટોરાંમાં આવક થઈ, પણ વેપારીને!

કોર્પોરેશન સાઇન બોર્ડમાં પોતાની ઝોનલ કચેરીને ભૂલી ગયું!1234

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરભરમાં વિવિધ રસ્તા-સ્થળોની દિશા સૂચવતા સાઇન બોર્ડ મુકાયાં છે વાદળી રંગનાં આ સાઇન બોર્ડ ખરેખર લોકોને ઉપયોગી થઇ રહ્યા છે. પરંતુ કોર્પોરેશનના સાઇન બોર્ડમાં કોર્પોરેશનની ઝોનલ કચેરીનો ‘નામોલ્લેખ’ ન હોય તો કેવું લાગશે? ઉસ્માનપુરા બકુલ ત્રિપાઠી બગીચાની પાસે મૂકેલા સાઇન બોર્ડમાં ઉસ્માનપુરા ગામ, ઇન્કમટેક્સ ચાર રસ્તા, આરટીઓ અને વાડજ જંકશનનું તો દિશા સૂચન કરાયું છે પરંતુ સાઇન બોર્ડથી તદ્દન નજીક આવેલી તંત્રની પશ્ચિમ ઝોનની ઉસ્માનપુરા ઝોનલ કચેરી ડો.રમણલાલ પટેલ ભવનનો યાદ કરાઇ નથી! સામાન્ય નાગરિકો માટે કોર્પોરેશનનાં પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, રસ્તા વગેરે કામોને લઇને આ અતિ મહત્વપૂર્ણ કચેરી છે. જો કે સાઇન બોર્ડમાં ફલાણી સોસાયટી ઢીંકણી સોસાયટીના નામ ચિતરવા માટે મ્યુનિ. ‘રોકડી’ કરતું હોવાનો ચર્ચા વચ્ચે આવી ‘ભૂલ તંત્રની બહુ મોટી ભૂલ ન કહેવાય તેવું પણ લોકમુખે … ચર્ચાઇ રહ્યું છે.

You might also like