મેટ્રો ડાયરીઃ BRTS બસ સ્ટેન્ડની ડિસ્પ્લે સ્ક્રીન બ્લેન્ક થઈ ગઈ!

ઉનાળાના વેકેશનમાં અમદાવાદની મુલાકાતે આવનારા લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી ‘ઇલેકટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીન’ને જોઇને નિરાશ થાય છે. આ સ્ક્રીન જે તે રૂટની બસ ક્યારે આવશે તેની માહિતી આપે છે. રોજબરોજના ઉતારુઓને પણ સ્ક્રીનની માહિતી ઉપયોગી થાય છે. જો કે અત્યારે તો સ્ક્રીન બંધ છે અથવા ‘અંડર ટેસ્ટિંગ’ની પટ્ટી ઝળકતી રહે છે. આ અંગે બીઆરટીએસના સત્તાવાળાએ કહે છે બીઆરટીએસ સર્વિસને આધુનિક બનાવવાની હોઇ આઇટીએમએસ હેઠળ પ્રોજેકટ હાથ ધરાયો છે. વિકાસલક્ષી કામગીરીના કારણે અત્યારે ઉતારુઓને થોડીક પરેશાની ઉઠાવવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીઆરટીએસને વધુ સ્માર્ટ બનાવવા તંત્ર દ્વારા વિશેષ પ્રકારના પ્રોજેકટ હાથ ધરાયા છે.

બોપલ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો ફોન બંધ!
phoneઅમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા બોપલ પોલીસ સ્ટેશનનો ફોન મહિનામાં એક વાર બંધ થઇ જતો હોવાની અનેક ફરિમયાદો ઊઠવા પામી હતી, પરંતુ હવે અમદાવાદ શહેરમાં પણ પોલીસ સ્ટેશનના ફોન બંધ થઇ જવાની ફરિયાદો ઊઠી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન બંધ થઇ ગયો છે. ફોન બંધ હોવાના કારણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા લોકોને પોલીસ સ્ટેશનની કામગીરી માટેે ફોન ન લાગતો હોવાથી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એક અઠવાડિયાથી ફોન બંધ હોવા છતાં પોલીસ અધિકારીઓએ તેને ચાલુ કરાવવાની તસદી લીધી નથી.

યુનિવર્સિટીમાં શહીદ સ્મારકના ફુવારા સુકાઈ ગયા
gujarat-university-123ગુજરાત યુનિવર્સીટીમાં શહીદ સ્મારક બનાવામાં આવ્યું છે પરંતુ યુનિવર્સિટી ખાતે આવેલા “કારગિલ પાર્ક’ ખાતે યુનિવર્સિટી સત્તાવાળાઓ કારગિલ પાર્ક બનાવી ભૂલી ગયા હોય તેમ યુનિવર્સિટી સત્તાવાળાઓને યાદ કરાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ ઘણી રજૂઆત કરે છે પણ તંત્ર ને કાંઈ પડી જ નથી ગુજરાત યુનિ. ના કારગિલ પાર્કમાં વધતી ગંદકી યુનિવર્સિટીની મુલાકાતે આવતા લોકોની આંખે ઊડીને વળગે છે. પાર્કમાં બનાવેલાે કુંડમાં ફુવારા બનવામાં આવ્યા છે સુકાઈ ગયા છે અને આખા કારગિલ પાર્કમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે . આ અંગે એસ્ટેટ વિભાગ પાસે કોઇ માહિતી પણ નથી

લાઈબ્રેરીની મેનર્સ લોકો ક્યારે શીખશે?
2017-04-29_16.29[1]ગુજરાતની સૌથી મોટી એમ.જે. લાઇબ્રેરીમાં રોજ હજારોની સંખ્યામાં વાચકો આવતા હોય છે. વાચકોની સગવડ અને સુવિધા માટે સત્તાવાળાઓ રેક બનાવ્યા છે અને કર્મચારી સવારે રેકમાં પેપર ભરાવે પણ છે, પરંતુ જેમ જેમ દિવસ ચઢતો જાય રેક ઉપર એક પણ પેપર જોવા મળતું નથી. કર્મચારીની મૌખિક સૂચના છતાં વાચક પોતાની અનુકૂળતા અને સગવડ માટે રેક ઉપર ભરાવેલું પેપર કાઢી નાખે છે. વાચક પોતાની સગવડ સાચવી લે છે. તો વળી જે વાચકે વાચનાલયમાં જે તે પેપર વાંચવું હોય તેના માટે ફાંફે ચઢવું પડે છે.

You might also like