મેટ્રો ડાયરીઃ મ્યુનિસિપલ મુખ્ય કચેરીમાં જ ટ્રાફિક જામ!

હજુ દસેક વર્ષ પહેલાં ખમાસા દાણીપાઠ ખાતે આવેલા મ્યુનિ. મુખ્યાલયમાં ટુ વ્હીલરો જોવાં મળતાં હતાં. કોર્પોરેટરો, અધિકારીઓ અને મુલાકાતીઓની સતતની અવરજવર વચ્ચે પણ ગાડીઓની ઓછી સંખ્યાના કારણે મુખ્યાલ પરિસરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી ન હતી. હવે સ્થિતિ બદલાઈ છે. એકાદ-બે રડ્યા ખડ્યા કોર્પોરેટરો ‘સાઈકલ યાત્રા’ કરે છે. બાકીના તો ગાડી લઈને ઠાઠમાઠથી દાણાપીઠ આવે છે. આ તો ઠીક કર્મચારીઓ ગાડી લઈને આવતા થયા છે. ગાડીવાળા મુલાકાતીઓ પણ ત્રણ ગણા થયા છે. જેના કારણે ફાયરબ્રિગેડના વોલેન્ટિયર્સને દરરોજનો કડાકૂટ થાય છે. અજાણ્યો માણસ તો મુખ્યાલય પરિસરમાં પ્રવેશતી કે બહાર નીકળતી નવી નવી અને શાનદાર ગાડીઓ જોઈને ‘અવાક’ થઈ જાય તેવું ‘રિચ રિચ’ વાતાવરણ ૩૬૫ દિવસનું બન્યું છે!

નશાબંધીની કચેરીમાં લારીઓનું પાર્કિંગ 
IMG_20170416_182716[1]સરકારી કચેરીઓમાં જ્યારે લોકો કામ માટે જતા હોય છે ત્યારે જે તે કચેરીના સંકુલ અથવા તો પાર્કિંગમાં તેઓ તેમનાં વાહનો પાર્ક કરતા હોય છે, પરંતુ એ‌િલસ‌િબ્રજના છેડે આવેલી નશાબંધીની કચેરીમાં લોકોને મુખ્ય રોડ પર વાહન પાર્ક કરવાની નોબત આવે છે. મુખ્ય રોડ પર વાહન પાર્ક કરવાનું કારણ એટલું જ છે કે નશાબંધીની કચેરીની ખુલ્લી જગ્યામાં ખાણી-પીણીની લારીઓ મૂકવામાં આવે છે. આ કચેરીમાં અધિકારીની એકાદ-બે કાર પાર્ક થાય છે. આ સિવાય 10 કરતાં વધુ ટુવ્હિલર પાર્ક થાય છે. જો ખાણી-પીણીની લારીઓ હટાવી દેવામાં આવે તો અન્ય લોકોનાં વાહન પણ પાર્ક થઇ શકે છે.

જ્યાં ધ્વજવંદન કરાય છે ત્યાં જ કચરાના ઢગ!
IMG_20170410_190113[1]વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક જગ્યા પર સાફસફાઇનું ધ્યાન રાખવામાં આવે છે. સ્વચ્છતા એપ દ્વારા મળતી ફરિયાદોને પણ ધ્યાને લઇ તાત્કાલિક નિવારણ કરાય છે, પરંતુ સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગર ચોકમાં જ્યાં ધ્વજવંદન કરવામાં આવે છે ત્યાં જ કચરાના ઢગ જોવા મળે છે. જ્યારે ધ્વજવંદન અથવા રાજકીય કાર્યક્રમ હોય ત્યારે તેના આગલા દિવસે સ્થાનિક કોર્પોરેટર દ્વારા સાફસફાઇ કરી દેવામાં આવે છે અને સ્વચ્છતાનું ધ્યાન રખાય છે, પરંતુ બાકીના દિવસોમાં કોર્પોરેટર કે મ્યુનિ. તંત્ર જોવા પણ નથી ફરકતાં.

જુલાઇથી જીએસટી આવે છે અાઈટી રિટર્ન વહેલાં આટોપો
gst-11જીએસટીમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટાભાગનાં વિવાદો ઉકેલાઇ ગયા બાદ સંસદમાં પણ જીએસટી બિલ પસાર થઇ ગયું છે. તેના પગલે હવે ૧લી જુલાઇથી ગુજરાત સહિત હવે સમગ્ર દેશભરમાં જીએસટીની અમલવારી થશે જ તેવું મોટાભાગના ટેક્સ નિષ્ણાતોનું માનવું છે. જુલાઇથી અમલવારી થવાના કારણે શરૂઆતનાં સ્ટેજમાં વેપારીઓને જીએસટી સંબંધી ઘણા પ્રશ્નો ઊભા થશે. ઓનલાઇન સિસ્ટમ હોવાના કારણે કલાયન્ટને સિસ્ટમ અંગે જાગૃત પણ કરવા પડશે. તેનાં કારણે ટેકસ નિષ્ણાતો જુલાઇ પૂર્વે જ ઇન્કમટેકસ સંબંધી કામકાજ તથા આઇટી રિટર્ન ફાઇલ કરવા કલાયન્ટ જાળવી રખાયછે. ટેકસ નિષ્ણાતો કલાયન્ટને ફોન કરીને તાકીદ કરી રહ્યા છે કે જુલાઇથી જીએસટી આવવાથી અમારું કામકાજનું ફોકસ માત્ર જીએસટી જ રહેશે. જેથી ઇન્કમટેકસમાં કામકાજ આ વખતે વહેલાં પૂરાં કરજો.

http://sambhaavnews.com/

You might also like