મેટ્રો ડાયરીઃ મેમ્કો બીઆરટીએસ બસ સ્ટેન્ડ બિસમાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની જનતાને સ્માર્ટ સિટીનું સ્વપ્ન દેખાડ્યું છે. શહેર સ્માર્ટ બને ત્યારની વાત ત્યારે પણ શહેરના વિકાસની ઓળખ આપતા મેગા પ્રોજેક્ટનું મેન્ટેનન્સ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકતું નથી. તેનો જીવતો જાગતો પુરાવો બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે. પ્રોજેક્ટ સાકાર થયા પછી તંત્રએ તેની સારસંભાળ રાખવા પાછું વળીને જોયું નથી. અમદાવાદમાં મેમ્કો બીઆરટીએસની સ્થિતિ બિસમાર હાલતમાં છે આ બીઆરટીએસ બસ સ્ટેન્ડનાં ઉપરના ભાગે પતરાં તૂટી ગયાં છે ને ગમે ત્યારે પતરાં ઊડીને નીચે પડે તો કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે. તંત્રની બેદરકારીને કારણે બસ સ્ટન્ડનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.

AMTSનું જૂનું મુખ્યાલય ‘ભયજનક બિલ્ડિંગ’ બન્યું
IMG-20170408-WA0022[1]શહેરમાં ગેરકાયદે બાંધકામોના ફાટી નીકળેલા રાફડે રાફડાની હવે તંત્રમાં કોઇને નવાઇ નથી રહી. કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ‘ભયજનક બિલ્ડિંગ’ પણ તંત્ર માટે સામાન્ય થઇ ગયાં છે. પરંતુ દીવા તળે અંધારું હોય તેવો ઘાટ કોર્પોરેશનની સંલગ્ન સંસ્થા એવી એએમટીએસમાં જોવા મળે તો કંઇક અંશે અજુગતું લાગે છે. જમાલપુર ખાતેના મુખ્યાલય પરિસરમાં પ્રજાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેટ શૈલીની નવી ઓફિસ ધમધમતી થઇ ગઇ છે. પરંતુુ જૂના મુખ્યાલય બિલ્ડિંગને ભુલાવી દેવાયું છે. એએમટીએસના ચેરમેન, ટ્રાન્સપોર્ટ મેનેજર વગેરેની જૂની ઓફિસ ધરાવતું આ બિલ્ડિંગ હજુ જેમનું તેમ છે. કીમતી ઝેરોક્સ મશીન, ટાઇપરાઇટર જેવાં સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે. આ જૂના મુખ્યાલયમાં કેટલીક ઓફિસો ચાલુ રખાઇ છે. પરંતુ સમગ્ર બિલ્ડિંગ ‘ભયજનક’ બન્યું હોઇ રહ્યા સહ્યા કર્મચારીઓ પણ ફફડતા જીવે કામ કરી રહ્યા છે.

ફાયર સેફ્ટીનો કાટમાળ હટે તો વાહનો પાર્ક થાય
IMG_20170409_180427[1]સરકારની વિવિધ કચેરીઓમાં જ્યારે કોઇ પણ વ્યકિત જાય છે ત્યારે તેને પોતાનું વાહન પાર્ક કરવાની બહુ મોટી સમસ્યા થતી હોય છે. વાહન પાર્ક કરવાની આવી જ એક સમસ્યા અમદાવાદની મેટ્રો પોલિટિન કોર્ટમાં ઉદભવી છે. મેટ્રો કોર્ટમાં વકીલો, પોલીસ કર્મીઓ સહિત 5 હજાર કરતાં વધુ લોકોની અવરજવર રહે છે. તેવામાં વાહન પાર્ક કરવાની બહુ મોટી સમસ્યા છે. કોર્ટના સંકુલમાં ફાયર સેફ્ટીનો કાટમાળ પડી રહેતાં વાહનો પાર્ક થઇ શકતાં નથી. અંદાજિત ચાર પાંચ મહિના પહેલાં કોર્ટમાં નવાં ફાયર સેફ્ટીનાં સાધનો નાખવામાં આવ્યાં હતાં. ફાયર સેફ્ટીનાં જૂનાં સાધનોનો નિકાલ કરવાની જગ્યાએ તેને કોર્ટના સંકુલમાં ખડકી દેવાયાં છે. જેને કારણે 20 કરતાં વધુ વાહનો પાર્ક થાય તેટલી જગ્યા રોકાઇ રહી છે.

ટેક્સ પ્રેક્ટિશનર્સ પણ જીએસટી તરફ વળ્યા
gst-3ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આગામી ૧ જુુલાઇથી અમલવારી થઇ શકે છે, પરંતુ ટેક્સ પ્રેક્ટિશનર્સે આ અમલવારી થાય તે પૂર્વેથી નવાં કામકાજ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેક્સ પ્રેક્ટિશનર્સ અત્યાર સુધી ઇન્કમટેક્સ, વેટ, ટીડીએસ અને સર્વિસ ટેક્સને લગતા કામ માટે મળો તેવો પ્રચાર-પ્રસાર કરતા હતા, પરંતુ હવે ટેક્સ પ્રેક્ટિશનર્સ નવા આવી રહેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનાં કામકાજ મેળવવા તરફ વળ્યા છે. ટેક્સ પ્રેક્ટિશનર્સનું કહેવું છે કે આઝાદી પછી ટેક્સ માળખામાં સૌથી મોટા પાયે ફેરફાર થવા જઇ રહ્યાે છે ત્યારે બદલાતા માહોલમાં અત્યારથી ટેક્સને લગતા વેપારીઓનાં કામકાજ અંકે કરવા જીએસટીની હજુ ભલે અમલવારી ન થઇ હોય, પરંતુ જીએસટીનાં કામ મેળવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like