Categories: Gujarat

મેટ્રો ડાયરીઃ જૂનું સચિવાલય ઉંદરથી પરેશાન!

રાજ્યભરની સરકારી કચેરીઓનું સંચાલન જ્યાંથી કરવામાં આવે છે તેવા ગાંધીનગરના જૂના સચિવાલયની કચેરીઓને કેટલાય સમયથી ઉંદરો ત્રાસ આપી રહ્યા છે. ઉંદરો કચેરીમાં પડેલી સરકારી ફાઇલોને કાતરી જાય છે એટલું જ નહીં કમ્પ્યૂટર, જી સ્વાન અને ટેલિફોન સિસ્ટમના વાયરો પણ કાતરી જાય છે તેના કારણે વારંવાર નેટ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાય છે. ખાનગી સૂત્રોએ જણાવ્યું હતું કે આની પાછળનું મુખ્ય કારણ ટેબલ પરનો નાસ્તો, કર્મચારીઓ રીસેસમાં ટેબલ પર જમે કે નાસ્તો કરે ત્યારે વધેલો નાસ્તો ડસ્ટબીનમાંથી કે આસપાસમાંથી ખાવા માટે ઉંદરોની ફોજ આવે છે જે નાસ્તા સાથે ફાઇલો પણ કાતરી જાય છે. જોકે ઉંદરોના ત્રાસને જોતાં કચેરીઓમાં રહેલા ખુલ્લા વાયરો કન્સીલ્ડ કરવાની રજૂઆત વિભાગ દ્વારા કરાઇ છે.

ગંદકી રોકવા માટે દેવી-દેવતાઓનો સહારો!
જાહેર સંકુલો, સરકારી કચેરીઓ, શાળા, દવાખાના, હોસ્પિટલ, થિયેટર, ફ્લેટોના કોરિડોરના દાદર કે પછી કોર્પોરેટ ઓફિસ તમામને પાનની પિચકારીથી થતી ગંદકીની સમસ્યા સતાવી રહી છે. સ્વચ્છતા અભિયાન માટે ગમે તેટલી જાગૃતિ ફેલાવાતી હોય, પરંતુ લોકો આ બાબતે સ્વચ્છતા જાળવવા તૈયાર નથી હોતા અને તેના કારણે હવે જાહેર સ્થળોના ખૂણા કે દીવાલોને ગંદકીથી સુર‌િક્ષત રાખવા માટે સ્વચ્છતા પ્રેમીઓએ ઉપાય શોધી નાખ્યો છે. જે સ્થળોએ ગંદકી થાય છે તે દીવાલોની સફાઇ કરાવીને દેવી-દેવતાના ફોટા મૂકી દેવાય છે, જેથી ધાર્મિક માન્યતાના  કારણે લોકો ગંદકી ફેલાવતા અટકી જાય.

રસ્તા પરના ખીલા લોકોને ગબડાવે છે
રસ્તાની બાજુમાં પગદંડી ઉપરના રોડના સરફેસ ન દેખાતા ખીલાઓ વાહનચાલકોને ઘણીવાર મોટી હાનિ પહોંચાડે છે. આવું જ કાંઇક શહેરની પશ્ચિમે માનસી ચાર રસ્તા પાસે આવેલ પબ્લિક પાર્કની સામે આવેલ નિર્મલ શાંતિ ટાવર પાસે જોવા મળી રહ્યું છે. વાહનચાલક ન જોઇ શકે તે રીતે રોડ પરના ખીલાઓ મોટાભાગનાને ઠેસ પહોંચાડે છે.  અહીં ઊભા રહેતા શાકભાજીનાં લારીવાળાઓ પણ કહી રહ્યા છે કે આ ખીલાઓ સ્પષ્ટ રીતે જોઇ ન શકવાના કારણે રોજ ચારથી પાંચ લોકોને ઠેસ પહોંચાડે છે. હવે કોર્પોરેશનની આંખ આ ખીલાઓ ઉપર ક્યારે પડશે તે તો સમય જ કહેશે !!!

ક્રાઇમ બ્રાંચમાં સરકારી વોટર કૂલર બંધ
ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઇ રહી છે. શહેરનાં પોલીસ સ્ટેશનોમાં સરકારી કૂલરોની સ્થિતિ કથળેલી જ છે. પરંતુ એજન્સીમાં પણ કૂલરની હાલત દયનીય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં એક સરકારી કૂલર છે પરંતુ આ કૂલર અત્યારે બંધ હાલતમાં છે. હાલમાં જ એક નાના કૂલર પર ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓને નિર્ભર રહેવું પડે છે. બહારથી આવતા અરજદારો અથવા તો ફરિયાદીને પણ ગરમ પાણી પીવું પડે છે. પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશનોમાં પ્રાથમિક સુવિધાઓ માટે રિપોર્ટ મગાવ્યા હતા જેમાં પોલીસ સ્ટેશનોમાં તમામની જરૂરિયાત અંગે સૂચના અપાઇ હતી. પરંતુ ક્રાઇમ બ્રાંચમાં જ પાણીનું કૂલર બંધ છે.

મેયરના વોર્ડમાં રસ્તાની દુર્દશાઃ હદ કર દી આપને!
સામાન્ય રીતે અમદાવાદીઓ શહેરભરમાં રસ્તાઓની બિસમાર હાલતથી સુપરિચિત છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ ગમે ત્યારે ગમે તે રસ્તાને ગમે તે કારણસર ખોદી કાઢવા માટે કુખ્યાત છે, પછી આ ખોદાયેલા રસ્તાના રિપેરિંગમાં જબ્બર ભ્રષ્ટાચાર ચાલતો હોઈ રીતરસની વેઠ ઉતારવામાં આવે છે. ખુદ શાસકો પણ એક કિમી લાંબા રસ્તાના રિસરફેસિંગના એક કરોડના કામમાં ચાલીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનું કબૂલે છે, પરંતુ શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર ગૌતમ શાહના નારણપુરા વોર્ડમાં રસ્તાની દુર્દશા જોવા મળે ત્યારે કેવું લાગે? ભ્રષ્ટાચારને લઈ કહી શકાય કે હદ કર દી આપને! સોલા રોડના રસ્તાની આ ‘બોલતી’ તસવીર કોર્પોરેશનના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. જો મેયરના વોર્ડના નાગરિકોને ભ્રષ્ટાચારનો એરુ આભડતો હોય તો પછી અન્ય વોર્ડમાં શુંનું શું નહીં થતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

18 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

18 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

18 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

19 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

19 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

19 hours ago