મેટ્રો ડાયરીઃ જીઅેસટી માટે હજુ ૮૦ હજાર વેપારીઅોની અાનાકાની

વેટ વિભાગે પ્રસ્તા‌િવત જીએસટી આવે તે પૂર્વે હેલ્પ લાઇન શરૂ કરી છે. જીએસટીના પ્રથમ પગથિયા તરીકેની કામગીરીમાં વેટના તમામ નોંધાયેલા વેપારીઓનું જીએસટીમાં માઇગ્રેશન કરવાનું હતું. રાજ્યમાં હાલ ૪.૮૦ લાખથી વધુ વેપારીઓ કાયદા અંતર્ગત નોંધાયેલા છે. આ તમામ ડીલરોનું જીએસટીમાં માઇગ્રેશન થવું ફરજિયાત છે. હાલ ચાર લાખ વેપારીઓ જીએસટીમાં માઇગ્રેટ થઇ ચૂક્યા છે, પરંતુુ ૮૦ હજાર વેેપારીઓ એક યા બીજું કારણ આગળ ધરી જીએસટીમાં માઇગ્રેટ નથી થયા. વેપારીઓને નોંધાયેલા મોબાઇલ નંબર પર પણ જાણ કરાઇ છે એટલું જ નહીં, ડિપાર્ટમેન્ટે હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો છે. આ નંબર દ્વારા પણ વેપારીઓને જીએસટીમાં માઇગ્રેટ થવા સંબંધે જાણ કરવામાં આવે છે, પરંતુ દોઢ મહિનો વિત્યો હોવા છતાં ડિપાર્ટમેન્ટની વિનવણી એક યા બીજું કારણ આગળ ધરી બહેરા કાને અથડાતી હોય તેવો ઘાટ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલનની યાદ અપાવતી પોલીસ ચોકી !
METRO-DAORYપાટીદાર અનામત આંદોલન દરમ્યાન સર્જાયેલ તોફાનોની યાદ હજુ શીલજ સર્કલ ખાતે આવેલી પોલીસ ચોકી કરાવે છે. અઢી વર્ષ પહેલાં ઉશ્કેરાયેલા પાટીદારોએ પોલીસ ચોકી સળગાવી હતી અને સંખ્યાબંધ ગાડીઓના કાચ પણ તોડી નાંખ્યા હતા. બોપલ પોલીસ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી હતી શીલજ રિંગ રોડ પર પોલીસ કર્મીઓને બેસવા માટે પોલીસ ચોકી બનાવવામાં આવી હતી જોકે અઢી વર્ષથી આ પોલીસ ચોકી તૂટેલી અને સળગેલી હાલતમાં છે. રિંગ રોડ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પોલીસ ચોકીમાં બેસવાની જગ્યાએ ચાની કીટલી કે પછી ઝાડના છાયામાં બેસીને આરામ કરતા હોય છે.

મ્યુનિસિપલ તળાવ ક્રિકેટનું મેદાન બન્યું
IMG_20170124_172339
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે કાળીગામ વિસ્તારમાં તળાવ બનાવ્યું હતું. આ તળાવ પાણીથી ભરેલું હોવાની જગ્યાએ હાલ કચરા અને ગંદકીથી ભરેલું છે. મ્યુનિ. તંત્ર દ્વારા તળાવોને પાણીની છલકાવવાની જગ્યાએ સૂકા ભઠ્ઠ રાખ્યા છે. આ કાળી ગામનું તળાવ હવે સ્થાનિક છોકરાઓ માટે ક્રિકેટનું મેદાન બની ગયું છે. છોકરાઓ આ તળાવનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. તળાવને સુવ્યવસ્થિત કવા અનેક વખત રજૂઆત કરાઇ છે. પરંતુ મ્યુનિ. તંત્ર સ્વચ્છતા અભિયાનની જગ્યાએ અસ્વચ્છતા જ માની રહી છે.

પાર્કિંગની જગ્યામાં અા તો કેવું દબાણ?
IMG_20170209_183640
શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા વધી રહી છે ત્યારે ગણ્યા-ગાંઠ્યાં પાર્કિંગનાં સ્થળોએ પણ નો પાર્કિંગની પરિસ્થિતિ ઊભી થતાં વાહનચાલકોને વાહન ક્યાં પાર્ક કરવાં તે ચિંતાનો વિષય બન્યો છે. લો ગાર્ડન ચાર રસ્તાના ભરચક વિસ્તારમાં ગજ્જર હોલની બાજુમાં ફૂટપાથ નજીક પાર્કિંગનું બોર્ડ મારેલું છે, જ્યાં વાહનચાલકો વાહન પાર્ક કરે છે, પરંતુ ત્યાં બિલ્ડિંગ મટીરિયલનો કાટમાળ કોઇએ નાખતાં રહી-સહી પાર્કિંગની જગ્યા જતી રહેતાં લોકોએ આડેધડ પાર્કિંગ અન્ય સ્થળોએ કરતાં છેલ્લા ૩ દિવસથી સાંજ પડે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાય છે, છતાં તંત્રનું ધ્યાન અહીં જતું નથી.

પાલડી AMTSની કંટ્રોલ કેબિન પાસે જ શટલ રિક્ષા પાર્કિંગ
IMG-20170213-WA0001
અમદાવાદમાં બંને જાહેર પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સત્તાવાળાઓની વહીવટી અણઆવડતથી પિડાય છે. એએમટીએસ જેવી સંસ્થા દિવસમાં એક કરોડની ખોટ કરે છે. પાલડી એએમટીએસ ટર્મિનસ નવેસરથી ઊભું કરવાનું હોઇ મહેંદીનવાઝ જંગ હોલની પાસે કંટ્રોલ કેબિન બનાવાઇ છે. પરંતુ આ કંટ્રોલ કેબિનને અડીને ઊભેલી શટલ રિક્ષાઅો કંટ્રોલરને દેખાતી નથી. એએમટીએસના બસ સ્ટેન્ડની સાવ નજીક શટલરિક્ષાઓ ઊભી રહે છે છતાં તંત્ર હરકતમાં આવતું નથી. આની પાછળનું મુખ્ય કારણ એએમટીએસના ડ્રાઇવર અને પોલીસવાળાની શટલ રિક્ષા શહેરમાં દોડતી હોવાનું પણ ખુદ એએમટીએસનાં વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like