Categories: Gujarat

Metro Dairy: પોલીસે વોટ્સએપ પર બનાવ્યું ઇન્વે‌િસ્ટગેશન ગ્રૂપ

લોકોએ રસ્તાની ઓળખ સમાં રોડ બોર્ડને ય છોડતાં નથી

જાહેર રસ્તા પર આવેલાં મકાનો ઈમારતોની દીવાલ પર જાહેરાતનાં કાગળો ચોંટાડવા લખાણ લખી દેવંુ વગેરે બાબતે હવે જૂના થઈ લોકો આવી જાહેરાતોની કારીગરીને પચાવી ગયા પરંતુ હવે એનાથી એક ડગલું આગળ રસ્તાનાં નામાભિધાન માર્ગના રોડ બોર્ડને પણ જાહેરાતનું માધ્યમ લોકોએ બનાવી દીધું. અમદાવાદને અદ્વિતીય સેવા આપનાર મહાનુભાવોના નામથી જે તે માર્ગ ઓળખાય તે માટે તેમનું નામનું રોડ બોર્ડ મૂકવામાં આવે છે. પણ તસવીરમાં દેખાઈ રહ્યું છે તેમ સહજાનંદ કોલેજથી આઝાદ જતા માર્ગ પર આવેલું આ રોડ બોર્ડ સ્વ. મણિભાઈ માર્ગને પણ જાહેરાતના કાગળો ચોંટાડી ઢાંકી દીધું છે. સ્વચ્છતા અભિયાન માત્ર રસ્તા પર નહીં રસ્તા પર આવેલી આવી સરકારી ચીજવસ્તુની જાળવણી માટે પણ છે.

કાળઝાળ ગરમીમાં જ તાપમાન દર્શાવતું ડિજિટલ ડિસ્પ્લે ઠપ

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉનાળાના આકરા તાપથી નાગરિકોને બચાવવા રૂ. ૫૦ લાખના એટલે કે અડધો કરોડના ખર્ચે ‘હીટ એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે, જેમાં ગરમીથી બચવા માટેના ઉપાયો તેમાં પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આરોગ્યની વિશેષ કાળજી રાખવાનાં વિવિધ પગલાંઓનો સમાવેશ કરાયો છે. દાણાપીઠ-ખમાસા ખાતે તંત્રનું મુખ્યાલય છે. આ મુખ્યાલયની બહાર હેલ્થ વિભાગે મોટી સાઈઝનું ઈલેક્ટ્રોનિક બોર્ડ મૂક્યું છે. આ બોર્ડ પણ હીટ એક્શન પ્લાન હેઠળ મુકાયું છે. જે છેલ્લા કેટલાય િદવસથી ઠપ છે! એક તરફ સત્તાવાળાઓ શહેરમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરે છે એટલે કે ગરમીની તીવ્રતા ૪૩ ડિગ્રીથી ઉપર રહેશે તેમ સત્તાવાર રીતે જણાવે છે અને ખુદ સત્તાવાળાઓને પોતાના નાક નીચેના ઈલેક્ટ્રોનિક બોર્ડની મરમ્મતની ફૂરસદ નથી. રોજબરોજની ગરમીના બે-બે કલાકના આંકડા સહિતની ઉપયોગી માહિતી દર્શાવતું બોર્ડ જ બંધ પડ્યું હોઈ મ્યુનિ. વર્તુળોમાં હેલ્થ વિભાગના હીટ એકશન પ્લાનની મજાક-મશ્કરી થઈ રહી છે.

ડ્રેનેજ સફાઈની કામગીરી માટે મુકાયેલાં પાઈપ અને મશીનથી પરેશાની

શહેરના વેજલપુર વિસ્તારમાં અાવેલા સોનલ સિનેમા રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની સફાઈની કામગીરી હાથ ધરવામાં અાવી છે. અા કામગીરી અંતર્ગત છેલ્લા ત્રણ ચાર દિવસથી જૈન દેરાસરની સામે બરાબર રોડની વચ્ચોવચ બે કોકપીટની અંદર પાઈપ મૂકીને મશીન દ્વારા કામગીરી કરવામાં અાવી રહી છે. જેના કારણે અાખો રોડ બ્લોક થઈ ગયો છે. જેના કારણે પિક અવર્સ અને સાંજના સમયે રાહદારીઅોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અા અંગે વહેલી તકે એએમસી દ્વારા કાર્યવાહી પૂર્ણ કરીને રાહદારીઅોને રાહ અાપે તેવી માગણી ઊઠવા પામી છે.

પોલીસે વોટ્સએપ પર બનાવ્યું ઇન્વે‌િસ્ટગેશન ગ્રૂપ

અમદાવાદ શહેર પોલીસ પણ હવે ટેકનોસેવી થઈ  ચૂકી છે.  પોલીસકર્મીઓ દ્વારા વોટ્સએપ પર નવાં ગ્રૂપ બનાવવામાં આવે છે, જેથી તપાસમાં આસાની રહે. અગાઉ  શહેરમાં સાબરમતી નદી ખાતે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપમાં  નદીમાંથી મળેલી અજાણી લાશના ફોટા મૂકીને તેની ઓળખ આપવામાં આવતી હતી, જ્યારે હવે પોલીસ દ્વારા વોટ્સએપ પર ઇન્વે‌િસ્ટગેશન ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાં શહેરના કેટલાય પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ એડ્ કરવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં કેટલી વાર તપાસને લઈને  આરોપીનાં નામ મૂકવામાં આવે છે ક્યાં તો ફોટા, જેથી તપાસમાં મદદ મળી જતી હોય છે. કોઈ પણ જૂના કેસ અંગે માહિતી મેળવવી હોય તો પણ ગ્રૂપમાં મેસેજ કરવાથી મળી જતી હોય છે.

સોનાના ઊંચા ભાવથી જ્વેલર્સ-ગ્રાહક બંને પરેશાન

આગામી સપ્તાહના સોમવારે અખાત્રીજ છે અને આ દિવસે સોના-ચાંદી જેવી કીમતી ધાતુની ખરીદીને શુભ માનવામાં આવે છે. સ્થાનિક બજારમાં છેલ્લાં પાંચ-સાત વર્ષથી અખાત્રીજના દિવસે જ્વેલરીની ખરીદી માટે ભારે ધસારો જોવા મળે છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે પાછલાં વર્ષોમાં સોના-ચાંદીના ભાવ પણ નીચા હતા ત્યારે ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, પરંતુ આ વર્ષે જ્વેલરીનો કારોબાર ઊંચો રહે તે અંગે શંકા છે. તેની પાછળનું મુખ્ય કારણ સોના અને ચાંદીના ભાવ પાછલા વર્ષની સરખામણીએ ઊંચા હોવાનું પણ છે. સોનું પાછલા વર્ષની સરખામણીએ ૧૦ ગ્રામે રૂ. ૩૦૦૦ વધુ, જ્યારે ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૪,૦૦૦ ભાવ વધુ છે. છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવતાંની સાથે જ જ્વેલર્સ અને ગ્રાહક બંનેને પરસેવો છૂટી રહ્યો છે. સ્થાનિક જ્વેલર્સના કહેવા પ્રમાણે સોના અને ચાંદીના ઊંચા ભાવના કારણે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ જ્વેલર્સ માટે સર્જાયો છે.

Navin Sharma

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

14 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

14 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

15 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

15 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

15 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

15 hours ago