Categories: Gujarat

મેટ્રો ડાયરીઃકાર્યકરો, ફેરિયાઅોને અહીં કોઈ નિયમ નડતા નથી

ખમાસા-દાણાપીઠ ખાતે આવેલા મુખ્યાલયમાં મુલાકાતીઓ માટે ફોટાવાળા પ્રવેશ પાસની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગાંધીનગરના સચિવાલની જેમ સત્તાધીશોએ કિલ્લેબંધી તો ઊભી કરી છે, પરંતુ તેમાં સામાન્ય નાગરિકો જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજે મહિનાઓ બાદ પણ શાસક કે વિપક્ષના કાર્યકરો બેરોકટોક રીતે આવ જા કરી રહ્યા છે. આ લોકોને પાસ કઢાવવો પડતો નથી ! મહિલા કોર્પોરેટરોના પતિ મહાશયોને પણ તંત્ર રોકતું ટોકતું નથી ! આ તો ઠીક, મુખ્યાલયમાં ફેરિયાઓ પણ બેધડકપણે જાતજાતની અને ભાતભાતની ખાદ્યવસ્તુઓ કે વસ્ત્રોના થેલા લઈને ઘૂસે છે. અગાઉની સિક્યોરિટી કાર્યક્ષમ નથી તેવાં બહાનાં સર નવી સિક્યોરિટી મુલાકાતીઓ પ્રવેશ પાસ ચકાસવા બેસાડી દે તેમ છતાં શાકમાં કોળુંને બદલે પરંતુ આખ્ખેઆખું કોળું જ જઈ રહ્યું છે !

મેસેજ બાળ લગ્નનો મળ્યો પણ માતાજીનો હવન ચાલતો હતો
થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમનો મેસેજ મળ્યો હતો કે બોપલ વિસ્તારમાં બાળ લગ્ન ચાલી રહ્યાં છે. બોપલ વિસ્તાર અમદાવાદ ગ્રામ્યમાં આવતો હોવાથી શહેર પોલીસ કંટ્રોલ રૂમે અમદાવાદ ગ્રામ્ય કંટ્રોલ રૂમને મેસેજ આપતાં બોપલ પોલીસની ૧૦૦ નંબર મોબાઇલ વાનને જાણ કરાઇ હતી. બોપલ પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે ત્યાં લોકો ભેગા થયેલા હતા. મંડપ બાંધેલો હતો. બે પક્ષ હાજર હતા, પરંતુ ત્યાં જઇને જોયું તો બાળ લગ્ન નહીં, પરંતુ માતાજીનો હવન હતો. બે પક્ષમાં લગ્નની વાત ચાલતી હતી અને કોઇએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. ખોટા પોલીસ કંટ્રોલ રૂમના મેસેજથી પોલીસને દોડવું પડ્યું હતું.

BRTS ટ્રેકમાં માત્ર ગાડી જ નહીં ઊંટગાડી પણ ચાલે!
બીઆરટીએસ સિસ્ટમના સ્પેશિયલ રૂટ ઉપર ફક્ત બીઆરટીએસ બસ જ ચાલે તે માટે અલગ કો‌િરડોર બનાવાયો છે, પરંતુ તેની ઐસીતૈસી અને ટ્રાફિક નિયમનો ભંગ કરીને વાહનચાલકો તો ઠીક પણ હવે બિનધાસ્ત ઊંટગાડીઓ પણ ચાલવા લાગી છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. બીઆરટીએસ બસસ્ટેન્ડના કોર્નર પર દોરડા બાંધીને અન્ય વાહનોને આ સ્પેશિયલ રૂટ પરથી પસાર નહીં થવા દેવા માટે તંત્રએ માણસો ગોઠવ્યા છે, પરંતુ આ દોરડાની આડશ માત્ર શો-પીસ બની રહી છે. લોકો દ્વારા બેફામ ઝડપે ટુવ્હીલર, કાર વગેરે આ રૂટમાં ઘુસાડીને ચલાવાતાં અનેક વખત અકસ્માત સર્જાયાના દાખલા છે, છતાં તંત્રના કડક વલણના અભાવે હવે ઊંટગાડી અને બળદગાડું પણ બીઆરટીએસ રૂટ પર આસાનીથી પ્રવેશ મેળવી લે છે. પાછળ આવતી બસ ભલે અટવાઇ જાય.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેનો નવો ઉપાય
શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે એમા પણ જ્યારે રોડ પર ખોદકામ ચાલુ હોય ત્યારે ટ્રાફિક જામ થઇ જાય છે.  ઇન્કમટેક્સ ખાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠની રોડ પર પણ કઇક આવી જ હાલત સર્જાઇ છે. જોકે ઇન્કમટેક્સ પર ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાહદારીઓએ પોતાના વાહન પાર્ક કરવા માટેનો નવી ઉપાય શોધી લીધો છે.  કોઇ પણ જગ્યાએ ટ્રાફિક જામ હોય ત્યારે રોડની બંને બાજુમાં વાહનચાલકોનાં વાહનો પાર્ક કરેલાં હોય છે જેનાથી ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. ઉલ્લેખનીય છેકે  ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રોડ વચ્ચે આવેલ ડિવાઇડર પાસે રાહદારીઓ વાહનો પાર્ક કરવાનું શરૂ કર્યું છે. વાહનો પાર્ક કરવાને કારણે મોટા ભાગની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

મેટ્રો રેલઃ અાડેધડ અાડશોથી સ્થાનિક રહીશો પરેશાન
શહેરમાં મેટ્રો રેલનું પ્રથમ ફેઝનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. વાસણા એપીએમસીથી જીવરાજપાર્ક અને તેની આગળ શ્રેયસ ક્રોસિંગ પાસે કામકાજ ચાલી રહ્યું છે. મેટ્રોનું કામ સરળતાથી થઇ શકે તે માટે સત્તાવાળાઓએ રેલવે લાઇનની પેરેલલ સળંગ આડશ કરી છે, જેના પગલે સ્થાનિકો અગાઉ રેલવે ટ્રેકને પાર શ્રેયસ સ્કૂલ બાજુનો અવરજવરનો વ્યવહાર સરળતાથી કરી શકતા હતા તે તદ્દન બંધ થઇ ગયો છે. કોર્પોરેશનનો જાંબવન ગાર્ડન પણ આવેલો છે. રોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે તો બીજી બાજુ પાટાની સામેની સાઇડ પણ કોર્પોરેશનનો ગાર્ડન છે ત્યાં પણ આવનાર લોકોની સંખ્યા ઘણી વધુ છે. એટલું જ નહીં, અહીંની આજુબાજુની સોસાયટીના લોકોએ પણ સળંગ એન્ગલ નહીં નાખવા અને પગદંડીનો માર્ગ રાખવા માગ કરી છે, પરંતુ મંથરગતિએ ચાલતા આ કામકાજમાં હવે આડશ ક્યારે દૂર થશે તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

22 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

22 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

22 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

22 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

22 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

22 hours ago