મેટ્રો ડાયરીઃ ઉસ્માનપુરાના રહીશો બાઈક-સ્કૂટરની સીટ પર અા બધું કેમ મૂકે છે?

શહેરમાં ચારેય બાજુમાં રખડતા કૂતરાંઓનો ત્રાસ જોવા મળે છે. ઉસ્માનપુરા ગામના રહીશો કૂતરાના નવા પ્રકારના ત્રાસથી પરેશાન છે. રાત્રે કૂતરા બાઈક, સ્કૂટરની સીટો પર અડીંગો જમાવે છે. કૂતરા વાહનની સીટ પણ ફાડી નાખે છે. લોકોઅે તેનો તોડ શોધી મોડી રાતે સુતાં પહેલાં વાહનો પર કૂતરાંઓ બેસી ના જાય તે માટે દંડા તથા પથ્થર, ડોલ, સૂપડી, મૂકવાનું શરૂ કર્યું છે. મોડી રાત્રે ઉસ્માનપુરા ગામમાં આવતી અગ્રણી વ્યક્તિઓ વાહનો પર મૂકેલાં દંડા સહિત અન્ય વસ્તુઓ જોઇને આશ્ચર્ય વ્યક્ત કરતા હોય છે.

નોટબંધીની વાતોથી હવે કંટાળ્યા ભાઈ
FB_IMG_1479488462961-(1)
હાલમાં સમગ્ર દેશમાં રૂ.પ૦૦ અને ૧૦૦૦નાં દરની નોટ બંધ થવાની ચર્ચાઓ થઇ રહી છે. બે મિત્રો મળે અથવા સગાં-સંબંધીઓ મળે કે પછી પાનના ગલ્લે ઊભા રહેલા લોકો દરેક જગ્યાએ માત્ર આ જ ચર્ચા થઇ રહી છે. હવે નોટબંધી ૧૦ દિવસ ઊપર થઇ ગયા છે ત્યારે લોકો પણ આ જ વાતથી કંટાળી ગયા છે. પાન ગલ્લા અથવા તો મિત્રો મળે તો મહેરબાની કરી રૂ.પ૦૦-૧૦૦૦ની નોટ બંધ થવા અંગેની વાત ન કરવાનું કહે છે. હવે તમે પાનના ગલ્લાવાળાઓ તેમજ અનેક જગ્યાએ રૂ.પ૦૦-૧૦૦ની નોટની વાત કરવી નહી. મગજનું દહીં થાય છે જેવાં બોર્ડ મારી દીધાં છે.

IIM બ્રિજ પર ૧૨ દિવસથી સળગેલી બાઈક હટાવાતી નથી
IMG_20161118_162840-(1)
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આઇઆઇએમ બ્રિજ પર ૮ નવેમ્બરની રાત્રે પૂરપાટ ઝડપે જતા એક બાઇકમાં અચાનક આગ લાગી હતી. માધુપુરા વિસ્તારમાં રહેતો મહંમદ શોએબ હનીફ નામનો યુવક વિલ્સન કંપનીનું રૂ.ચાર લાખની કિંમતનું મોઘુંદાટ બાઇક લઇ ૮ નવેમ્બરની રાત્રે ૮-૦૦ વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર આઇઆઇએમ બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાન બાઇકના વાયરિંગમાં કોઇ જગ્યાએ શોર્ટ સર્કિટ થતાં અચાનક જ બાઇક સળગી ઊઠ્યું હતું. અા ઘટનામાં બાઈક ચાલકનો અાબાદ બચાવ થયો હતો. આ  ઘટનાના આજે ૧૨ દિવસ થયા છતાં સળગેલી બાઈક હજુ પણ બ્રિજ પર પડી રહી છે. વસ્ત્રાપુર બ્રિજ પર દિવસ દરમિયાન ટ્રાફિક હોય છે અને સળગેલી બાઈક લોકોને નડતરરૂપ બની રહ્યું છે.

નોટો બંધ થવાથી એપીએમસીના છૂટક વેપારીઓનો કાચી ચિઠ્ઠીનો વ્યવહાર વધ્યો
Old-Notes2રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો બંધ થવાના કારણે સૌથી વધુ મુશ્કેલી રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના વેપારીઓને થઇ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના છૂટક વેપારીઓનો જથ્થાબંધ વેપારીઓ સાથે નાણાંની ચુકવણીનો વ્યવહાર સામાન્ય રીતે એક-બે દિવસમાં જ થઇ જતો હતો, પરંતુ ચલણના વ્યવહારમાંથી મોટી નોટો બંધ થઇ જતાં છૂટક વેપારીઓની સાથે જથ્થાબંધ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક બાજુ નવી નોટોની ક્રાઇ‌િસસ તો બીજી બાજુ રોકડની અછત વચ્ચે નાણાંનો વ્યવહાર ઠપ થઇ ગયો છે. છૂટક વેપારીઓ સામાન્ય રીતે એક-બે ‌દિવસમાં જથ્થાબંધ વેપારીઓને શાકભાજીની ખરીદીનાં નાણાં ચૂકવી દેતા હતા. તે હવે કાચી ચિઠ્ઠીઓનો દસ-દસ દિવસ સુધી સંગ્રહ કરી રાખવો પડે છે.

visit: sambhaavnews.com

You might also like