Categories: Gujarat

મેટ્રો ડાયરીઃ રસ્તો ધોવાતાં ઇલેક્ટ્રિક કેબલ ખુલ્લા થઈ ગયા!

જૂના વાડજ જંકશન પાસે સ્ટ્રીટ લાઈટના વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઅો ચાલવું જોખમી બન્યું છે. કેટલાક જાગ્રત નાગરિકોઅે કોર્પોરેશનના સત્તાવાળાને લેખતમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં અાવતાં નથી. સામાન્ય રીતે અંડરગ્રાઉન્ડ કેબલ થોડા ઊંડા નાખવામાં અાવે છે પણ અહીં નાખેલા ઇલેક્ટ્રીકના કેબલ રસ્તો ધોવાતા ખુલ્લા થઈ ગયા છે. વાહનોની અવરજવરના કારણે કેબલનું ઇન્સ્યુલેશન લેયર તૂટવાથી જીવંત વાયર ખુલ્લા થઈ જાય તેવો થાય છે. ત્યારે મ્યુનિ. સત્તાવાળા કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જુવે છે!

પાસપોર્ટની અરજીનાં પોટલાં કૂતરાં માટે આરામનું સ્થળ
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૧૦થી ૧પ વર્ષ જૂની પાસપોર્ટ માટે કરાયેલી અરજીઓનાં પોટલાં બહાર મૂકી દેવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આ અરજીઓનાં પોટલાં હવે કૂતરાંનાં આરામનું સ્થળ બની ગયું છે. પોલીસ દ્વારા આ પોટલાંનો નિકાલ કરવામાં આવતો નથી. વરસાદમાં પણ આ પોટલાં પલળી પણ જાય તેેવી સ્થિતિમાં છે, પરંતુ પોલીસ જાણે કૂતરાંના આરામ ફરમાવવાની જગ્યાને ડિસ્ટર્બ કરવા માગતી નથી તેમ જણાય છે.

ગાર્ડન બહાર જ છલકાતી મ્યુનિ.ની કચરાપેટી!
શહેરના પોશ એવા જજીસ બંગલો વિસ્તારના એક ગાર્ડનમાં મોર્નિગ વોક માટે આવેલા સ્થાનિકોને સ્વચ્છ વાતાવારણ મળવાની જગ્યાએ દુર્ગંધ ભર્યું વાતાવરણ મળી રહ્યું છે. જજીસ બંગલો નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન આવેલો છે વહેલી સવારે સ્થાનિકો મોર્નિંગ વોક માટે ગાર્ડનમાં આવે છે. ગાર્ડનની બહાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કચરા પેટી મૂકી છે જેના કારણે ગાર્ડનમાં ચાલવા માટે આવેલા સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ મળવાની જગ્યાએ દુર્ગંધ મળી રહી છે. રોજબરોજ ગાર્ડનની આજુબાજુમાં રહેતા લોકો કચરો, એઠવાડ આ કચરા પેટીમાં નાંખે છે. જેના કારણે ગાર્ડનમાં દુર્ગંધ ફેલાય છે.

વિદેશ પ્રવાસોથી અેએમટીઅેસની હાલત સુધરશે?
મેયર ગૌતમ શાહ હોદ્દાની રૂએ શહેરના પ્રથમ નાગ‌િરક છે એટલે શાસક ભાજપ પક્ષની પણ સૌથી સન્માનનીય વ્યક્તિ છે. તાજેતરમાં મેયર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા. ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સપોર્ટ સંબંધિત કાર્યક્રમમાં તેમણે મેલબોર્નના મેયર સાથે હાજરી આપી, જોકે મેયરના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી દૈનિક એક કરોડની ખોટ ખાતી એએમટીએસ કે બહુ વખણાઈને દાઢે વળગેલી ખીચડીની જેમ બીઅારટીએસને કેટલો ફાયદો થશે તે તો ભગવાન જાણે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસના ખરા હકદાર એવા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનને તો જમાલપુર જ બેસવાનો વારો અાવ્યો છે. મેયરે ડ્રાઈવર  વગરની બસ સાથે મોજથી મનમોહક ફોટા પડાવ્યા અને એએમટીએસના ચેરમેનને દિવસની પ્રથમ પાળી અને બપોરની પાળીમાં કેટલી બસ રોડ પર મુકાઈ તે ગણવી પડે. મેયરના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી અેએમટીઅેસની હાલત કેટલી સુધરશે તેની હાલ તો ચર્ચા છે.

Navin Sharma

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

8 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

10 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

10 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

10 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

10 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

11 hours ago