મેટ્રો ડાયરીઃ રસ્તો ધોવાતાં ઇલેક્ટ્રિક કેબલ ખુલ્લા થઈ ગયા!

જૂના વાડજ જંકશન પાસે સ્ટ્રીટ લાઈટના વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઅો ચાલવું જોખમી બન્યું છે. કેટલાક જાગ્રત નાગરિકોઅે કોર્પોરેશનના સત્તાવાળાને લેખતમાં ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં અાવતાં નથી. સામાન્ય રીતે અંડરગ્રાઉન્ડ કેબલ થોડા ઊંડા નાખવામાં અાવે છે પણ અહીં નાખેલા ઇલેક્ટ્રીકના કેબલ રસ્તો ધોવાતા ખુલ્લા થઈ ગયા છે. વાહનોની અવરજવરના કારણે કેબલનું ઇન્સ્યુલેશન લેયર તૂટવાથી જીવંત વાયર ખુલ્લા થઈ જાય તેવો થાય છે. ત્યારે મ્યુનિ. સત્તાવાળા કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જુવે છે!

પાસપોર્ટની અરજીનાં પોટલાં કૂતરાં માટે આરામનું સ્થળ
dustચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૧૦થી ૧પ વર્ષ જૂની પાસપોર્ટ માટે કરાયેલી અરજીઓનાં પોટલાં બહાર મૂકી દેવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આ અરજીઓનાં પોટલાં હવે કૂતરાંનાં આરામનું સ્થળ બની ગયું છે. પોલીસ દ્વારા આ પોટલાંનો નિકાલ કરવામાં આવતો નથી. વરસાદમાં પણ આ પોટલાં પલળી પણ જાય તેેવી સ્થિતિમાં છે, પરંતુ પોલીસ જાણે કૂતરાંના આરામ ફરમાવવાની જગ્યાને ડિસ્ટર્બ કરવા માગતી નથી તેમ જણાય છે.

ગાર્ડન બહાર જ છલકાતી મ્યુનિ.ની કચરાપેટી!
dumperશહેરના પોશ એવા જજીસ બંગલો વિસ્તારના એક ગાર્ડનમાં મોર્નિગ વોક માટે આવેલા સ્થાનિકોને સ્વચ્છ વાતાવારણ મળવાની જગ્યાએ દુર્ગંધ ભર્યું વાતાવરણ મળી રહ્યું છે. જજીસ બંગલો નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન આવેલો છે વહેલી સવારે સ્થાનિકો મોર્નિંગ વોક માટે ગાર્ડનમાં આવે છે. ગાર્ડનની બહાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કચરા પેટી મૂકી છે જેના કારણે ગાર્ડનમાં ચાલવા માટે આવેલા સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ મળવાની જગ્યાએ દુર્ગંધ મળી રહી છે. રોજબરોજ ગાર્ડનની આજુબાજુમાં રહેતા લોકો કચરો, એઠવાડ આ કચરા પેટીમાં નાંખે છે. જેના કારણે ગાર્ડનમાં દુર્ગંધ ફેલાય છે.

વિદેશ પ્રવાસોથી અેએમટીઅેસની હાલત સુધરશે?
Metro-dairy-bharat-bhaiમેયર ગૌતમ શાહ હોદ્દાની રૂએ શહેરના પ્રથમ નાગ‌િરક છે એટલે શાસક ભાજપ પક્ષની પણ સૌથી સન્માનનીય વ્યક્તિ છે. તાજેતરમાં મેયર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા. ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્સપોર્ટ સંબંધિત કાર્યક્રમમાં તેમણે મેલબોર્નના મેયર સાથે હાજરી આપી, જોકે મેયરના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી દૈનિક એક કરોડની ખોટ ખાતી એએમટીએસ કે બહુ વખણાઈને દાઢે વળગેલી ખીચડીની જેમ બીઅારટીએસને કેટલો ફાયદો થશે તે તો ભગવાન જાણે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસના ખરા હકદાર એવા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનને તો જમાલપુર જ બેસવાનો વારો અાવ્યો છે. મેયરે ડ્રાઈવર  વગરની બસ સાથે મોજથી મનમોહક ફોટા પડાવ્યા અને એએમટીએસના ચેરમેનને દિવસની પ્રથમ પાળી અને બપોરની પાળીમાં કેટલી બસ રોડ પર મુકાઈ તે ગણવી પડે. મેયરના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી અેએમટીઅેસની હાલત કેટલી સુધરશે તેની હાલ તો ચર્ચા છે.

You might also like