મેટ્રો ડાયરીઃ મેયર ઓફિસના લિફટ પેસેજમાં જ બત્તી ગુલ!

શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની ઓફિસ ખમાસા-દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિ. મુખ્યાલયના નવા ‘સી’ બ્લોકના ત્રીજા માળે આવેલી છે. મેયર સાહેબની ઓફિસની બહારના મુલાકાતના સાંજના કલાકોમાં નાગરિકોનો જમાવડો જોવા મળતો હોય છે. મેયર ગૌતમ શાહ પણ મુલાકાતીઓની રજૂઆતને ન્યાય આપવાના પ્રયાસ કરે છે. મેયર ઓફિસમાં સાંજના સમયે તેમની ઉપસ્થિતિ લગભગ હોય જ છે. જોકે દીવા તળે અંધારુંની કહેવત પણ કોર્પોરેશનમાં લાગુ પડે છે. મેયર ઓફિસની બિલકુલ બાજુમાં બે લિફટની સુવિધા ઊભી કરાઇ છે. જેનો મેયર પણ ઉપયોગ કરે છે, પરંતુ ગામ આખ્ખામાં બત્તી કરનાર તંત્રની બલિહારીથી મેયર ઓફિસની લિફટ પેસેજમાં અંધકાર છવાઇ ગયો છે. કેમ કે લિફટ પેસેજની બત્તી ગુલ થઇ ગઇ છે. આ લિફટનો ઉપયોગ ખુદ લાઇટ વિભાગના અધિકારીઓ પણ કરતા હોય છે. આ મોટા અધિકારીઓ અહીં અંધકારમાં ઊતરીને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ટોચના હોદ્દેદારોને મળવા પણ દોડી જાય છે. તેમ છતાં અધિકારીઓના મગજની બત્તી પણ હજુ સુધી ‘ગુલ’ છે!

સોનાના ભાવ ઘટ્યા છતાં હજુ મંદીઃ ઓર્ડરનાં પણ ફાંફાં!
gold-jewellery
૧૦ ગ્રામે રૂ.૧૩૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો રૂ.૩પ૦૦થી વધુ તૂટ્યા છે. સ્થાનિક જ્વેલર્સ એવું માની રહ્યા હતા કે સોનાના ભાવ ઊંચા છે એટલે નવી ઘરાકીનો અભાવ છે. પરંતુ સોનાના ભાવમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયા પછી પણ ઘરાકી તો દૂર દિવાળીના ઓર્ડર બુકિંગના પણ ફાંફાં છે. આવતી કાલે દશેરા છે. જ્યારે આગામી ર૩ ઓકટોબર દિવાળી પૂર્વે પુષ્ય નક્ષત્ર છે. સામાન્ય રીતે દિવાળી અને પુષ્ય નક્ષત્રની ખરીદીના ઓર્ડર બુકિંગ ત્રણ-ચાર સપ્તાહ અગાઉથી થઇ જતાં હોય છે, પરંતુ આ વખતે જ્વેલરી બજારમાં સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં તહેવારો પૂર્વે ઠંડોગાર માહોલ જોવા મળી રહ્યો છે તેવો મત માણેકચોક જ્વેલર્સ બજારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

અહીં ટ્રાફિકના નિયમો નડતા નથી
metro-diery-manishaben
શહેરના પોશ ગણાતા વિસ્તાર જોધપુર ચાર રસ્તા સેટેલાઇટ રોડ પર આમેય દિવસભર ટ્રાફિક ગીચ રહે છે. ટ્રાફિક પોલીસ સતત હાજર હોય છતાં ચાર રસ્તા પર નવા બની રહેલા બિલ્ડિંગ માટે આવતા મિક્ષ્ચર ડમ્પર બિન્ધાસ્ત રોંગ સાઇડ રસ્તો ક્રોસ કરીને ટ્રાફિકને અર્ધો કલાક જામ કરી દે છે. સામાન્ય સ્કૂટર ચાલક જો રોંગ સાઇડ નીકળે તો તરત જ ફરજ ભાન કરાવતી પોલીસ દિવસમાં આવી રીતે કેટલાય ડમ્પર ટ્રકને રોંગ સાઇડ જવા માટે અન દેખી કરી લે છે.

ગરબાની સાથે બિયરની પણ રમઝટ
IMG_20161004_235049નવરાત્રિમાં ખેલૈયાઓ શહેરમાં આવેલા પાર્ટી પ્લોટમાં વરસાદનાં વિધ્ન વચ્ચે રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. પરંતુ સાથે અમુક ખેલૈયા એસજી હાઇવે પર અંધારાનો લાભ લઇ ગાડીમાં બિન્દાસ્ત પણે બિયર પી અને રોડ ઉપર જ બિયરનાં ટીન ફેંકી દે છે. ઉપરની તસવીર તેનો બોલતો પુરાવો છે. ગરબાની રમઝટ સાથે સાથે ખેલૈયાઓ બિયરની પણ રમઝટ બોલાવતા હોય છે.

ટ્રાફિક કર્મીઓ માટે સર્કલ પર ટ્રફિક બૂથ
20161010_073554અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ તડકો છાંયો જોયા વગર દિવસ રાત રોડ પર ઊભા રહીને પોતાની ડ્યૂટી નિભાવે છે. શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિક પોલીસને બેસવા માટેનું બૂથ બનાવાયું છે. જેમાં તે બેસીને ટ્રાફિકનું નિયંત્રણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, સી જી રોડ સર્કલ વચ્ચે ટ્રાફિક બૂથ બનાવાયું છે. જેમાં પોલીસ કર્મીઓ બેસીને ટ્રાફિકનું નિયંત્રણ કરી શકશે. આ બૂથમાં ટ્રાફિક જવાનોને બેસવા માટે વ્યવસ્થા કરાઈ છે.

You might also like