મેટ્રો ડાયરીઃ અા ભૂવો ક્યારે પુરાશે?

શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે અોવરબ્રિજની નીચે અાઈઅાઈએમ તરફ જવાના માર્ગના ખૂણા ઉપર છેલ્લા એક પખવાડિયાથી ભૂવો પડેલો છે. સતત 24 કલાક ધમધમતા રહેતા એવા અા રોડ પર ભૂવો પડવાના કારણે ખાસ કરીને પિકઅવર્સ એટલે કે સવારના 9-30થી 12-30 અને સાંજના 5-30થી 8-30 દરમિયાન ભારે અવરજવર રહેતી હોવાથી વાહનચાલકોને તકલીફ પડી રહી છે. અા ઉપરાંત તે ચાર રસ્તા ઉપર હોવાથી ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિકનું સંચાલન કરવામાં ભારે અગવડતા પડી રહી છે. અાથી અા મામલે એએમસી દ્વારા તાકીદે કામગીરી કરવામાં અાવે તેવી માગણી ઊઠવા પામી છે.

Untitled-2નહેરુનગર પાથરણાંબજારઃ સિક્યોરિટી મુકાઈ
વિસ્તાર નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણી સુધી ભરાતું પાથરણાંબજાર ૩ માસ પૂર્વે ખાલી થતાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ હતી. હાલમાં ફરી પાથરણાંબજાર ધમધમતું થતાં ટ્રાફિકનો પ્રશ્ન વકરે નહીં તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાલ પૂરતી સિક્યોરિટીની વ્યવસ્થા રાખવી પડી છે. પાથરણાંબજારમાં ખરીદી કરતા લોકો દ્વારા થતા આડેધડ પાર્કિંગના કારણે દરરોજ ટ્રાફિક જામનાં દૃશ્ય સર્જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવી રસ્તા ખુલ્લા રાખવા તંત્રએ હવે સિક્યોરિટીનો સહારો લીધો છે.

પોલીસ સ્ટેશનમાં પૈસા ખર્ચી પાણી મંગાવવું પડે છે
anirudha-metro-dairy
પોલીસ સ્ટેશનમાં આરઓ પ્લાન્ટ અને વોટરકૂલરની સુવિધા પૂરી પાડવામાં આવી છે, પરંતુ આ સુવિધા અમુક સમયે ચાલુ રહે છે કયારેક  તો બંધ જ રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાંદખેડા પોલીસ સ્ટેશનની ડી.સ્ટાફની ઓફિસમાં મૂકવામાં આવેલું વોટર કૂલર અને આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે. પોલીસ કર્મીઓએ દરરોજ બહારથી રૂ.પ૦ લેખે બે પાણીના જગ મંગાવી ઓફિસની બહાર મૂકવા પડે છે. ડી સ્ટાફની ઓફિસના બહાર પાસપોર્ટ ટેબલ મૂકવામાં આવ્યું છે જયાં દરરોજ કેટલાય લોકો પાસપોર્ટ માટે આવતા હોય છે તેઓને પણ આ જ જગમાંથી પાણી પીવું પડે છે.

પે એન્ડ પાર્કિંગની સુવિધાથી ટ્રાફિક સમસ્યામાં વધારો થયો
sivranjabni
કોર્પોરેશન આડેધડ થતાં પાર્કિંગ પર રોક લગાવવાનો પ્રયાસ આદર્યો છે. જેના ભાગરૂપે શહેરના જંગી ટ્રાફિક વાળા વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ અમલી બનાવી રહ્યું છે. બીજી તરફ પે એન્ડ પાર્કિંગ જ્યાં જ્યાં બનાવાઈ રહ્યું છે ત્યાં કેટલાંક સ્થળોએ રોડ સાંકડા થઈ ગયા છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શિવરંજનીથી નહેરુનગર રોડ પર પાર્કિંગ એક લેનમાં વ્યવસ્થિત રીતે થાય તો આ પ્રયોગ પણ સારો છે. પણ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ફોર વ્હીલર લઈને આવતા લોકો પાર્કિંગ લેનમાં કાર પાર્ક કરવાના બદલે રોડ પર કરી દે છે જેના કારણે એક જ કાર જઈ શકે તેટલો રસ્તો અન્ય વાહનચાલકો માટે રહે છે. આવી સ્થિતિમાં અકસ્માતનો ભય પણ રહે છે અને ટ્રાફિકની સ્થિતિ જે પહેલાં થતી હતી તેના કરતાં વધુ ચક્કાજામ થઈ જાય છે.

વેટ-એક્સાઈઝના કર્મચારીઅોમાં માત્ર જીઅેસટીની ચર્ચાgst

જીએસટી પસાર થઇ જાય તેવી પૂરેપૂરી શકયતા છે જો કે કઇ તારીખથી અમલી બને છે તે અંગે સૌના મનમાં પ્રશ્નાર્થ છે. પરંતુ રાજય અને કેન્દ્રનાં વહીવટી વિભાગ દ્વારા તેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સ તથા રાજ્યમાં વેટ જેવા મુખ્ય ટેક્સની સામે દેશભરમાં જીએસનું એક સમાન ટેક્સ માળખું ઊભું થવા થઇ રહ્યું છે. આ માટે રાજ્યના વેટ વિભાગના તથા એક્સાઇઝના ઉચ્ચ અધિકારીઓને જીએસટીની ટ્રેનિંગ માટે પણ મોકલવાની પ્રક્રિયા આરંભાઇ ગઇ છે. પરંતુ વેટ વિભાગમાં કર્મચારીઓમાં અત્યારથી ગણગણાટ શરૂ થઇ ગયો છે. કે કેન્દ્ર અને રાજ્યોનાં કર્મચારીઓએ ભેગા કામ કરવું પડશે!! આ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે કેવું ટ્યૂનિંગ થશે તે ચર્ચા વેટ ‌ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીઓમાં છેડાઇ છે!!

You might also like