Categories: Gujarat

મેટ્રો ડાયરીઃ મધ્યાહન ભોજનમાં હવે ખમણ-ઢોકળા ઉમેરાશે

અમદાવાદ શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અપાતા મેનુમાં હવે બાળકોને ઢોકળાંનો સ્વાદ માણવા મળશે. ગુજરાતીઓની અતિલોકપ્રિય વાનગી ખમણ અને ઢોકળાં મેનુમાં પીરસવા માટે સરકાર વિચારણા કરી ચૂકી છે, જેથી ટૂંક સમયમાં જ ગુજરાતી ટ્રેડિશનલ વાનગી ખમણ-ઢોકળાં વિદ્યાર્થીઓ પણ આરોગતા થઇ જશે. હાલમાં મોટા ભાગનાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રો સંચાલકોથી ચાલી રહ્યાં છે, જે કેન્દ્રો હાલમાં ખાલી છે તેને હવે સખી મંડળને ચલાવવા આપવા માટેની સરકારે મંજૂરી આપી દેતાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રનું સંચાલન હવે અન્ય એજન્સીઓની સાથે સખી મંડળ કરશે.

મુખ્ય બસ સ્ટેન્ડ પર બોર્ડ જ નથી

શહેરના એએમટીએસ બસ સ્ટેન્ડ પર ઊભા મુસાફરો કયા બસ સ્ટેન્ડથી બેસે છે તેનો ખ્યાલ ન આવે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. શહેરનાં કેટલાંક બસ સ્ટેન્ડમાં લગાવેલ બોર્ડમાં બસ સ્ટેન્ડનું નામ જ નથી લખેલું. આટલું જ નહીં મ્યુનિ. તંત્રની એટલી બેદરકારી છે કે મુખ્ય બસ સ્ટેન્ડ જે હોય ત્યાં જ બસ સ્ટેન્ડ પર ક્યાંનું બસ સ્ટેન્ડ છે તેનું નામ નથી લખેલું. ડી કે‌િબન વિસ્તારમાં ડી કે‌િબનના બસ સ્ટેન્ડ ઉપર કોઇ નામ જ નથી લખેલું. નામ તો ઠીક કયા નંબરની બસ અહીંયાં આવે છે અને ક્યાં જવા માટે અહીંથી બસ મળશે તે પણ નથી લખ્યું, જેથી મુસાફરોને એકબીજાને પૂછવું પડે છે, કયા નંબરની બસ અહીંથી જાય છે?

મ્યુનિ. મુખ્યાલયમાં જ ટ્રાફિક જામ-નો પાર્કિંગનાં બોર્ડ!

અમદાવાદની સાઠ લાખની વસતીની પ્રાથમિક સુખાકારીનાં કામો સાથે સીધી રીતે સંકળાયેલા મ્યુનિ. કોર્પોરેશન ગોવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવે છે, તેમ છતાં તંત્રના વ્યાપક ભ્રષ્ટાચાર, અણઘડ આયોજનના કારણે નાગરિકોના પાણી, ગટર અને રસ્તા જેવી બાબતોમાં પણ ‘અચ્છે દિન’ આવ્યા નથી. ખમાસા-દાણાપીઠ  સ્થિત મ્યુનિ. મુખ્યાલયમાં જ અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે! મ્યુનિ. પરિસર સ્થિત દેવાધિદેવ મહાદેવની ડાબી-જમણી અને પાછળની બાજુએ ખડકાતાં ટુવ્હીલરોથી ખુદ તંત્રને ‘નો પાર્કિંગ’નાં બોર્ડ મારવાં પડે છે. અન્ય ટુવ્હીલરચાલકોને અવરજવર માટે રસ્તો મળી રહે તેવો આશય આવાં બોર્ડ પાછળનો છે.

ટેક્સ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે!

હજુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી ક્યારથી શરૂ થાય તે અંગે અવઢવની સ્થિતિ છે. ટેક્સ પ્રેક્ટિશનર્સના મત મુજબ એક વર્ષે નહીં તો બે વર્ષે ગમે ત્યારે જીએસટીની અમલવારી થવાની જ છે. ત્યારે વેટના તથા એક્સાઇઝના ટેકસ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે. સમગ્ર દેશભરમાં એકસરખો કાયદો આવવાથી હાલની પ્રેક્ટિસ પણ ઓછી થઇ જશે ત્યારે જીએસટી આવે તે પહેલાં જ સાઇડમાં બીજો ધંધો શરૂ કરી દેવો પડશે તેવી ભીતિ કરવેરા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. તેઓના કહેવા પ્રમાણે જીએસટી સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સનું સ્થાન લેશે. સેન્ટ્રલ એક્સાઇઝ, એ‌િડશનલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, વેલ્યૂ એડેડ ટેક્સ, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, લકઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સના સ્થાને જીએસટી આવશે. અત્યાર સુધી આ તમામ ટેક્સના કાયદાઓ જુદા જુદા હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં પ્રેક્ટિસ પણ ધમધોકાર ચાલતી હતી, પરંતુ જીએસટી આવવાથી સમગ્ર દેશભરમાં એકસરખું ટેક્સ માળખું ઊભું થશે. પ્રેક્ટિશનર્સનાં કામકાજ પણ ઠંડાં પડશે. જીએસટી અમલમાં આવે તે પૂર્વે જ નાનો-મોટો બીજો ધંધો શરૂ કરી દેવામાં ગણગણાટ પાકા અમદાવાદી ટેક્સ પ્રેક્ટિશનર્સમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ટેક્સ પ્રેક્ટિસનર્સને જીએસટીના નવા પાઠ પણ ભણવા પડશે.

Navin Sharma

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

2 days ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

2 days ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

2 days ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

2 days ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

2 days ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

2 days ago