#MeToo: Googleમાં એક સાથે 1500 કર્મચારીઓનું વોકઆઉટ, વધુ પડતી મહિલાઓ

#MeTooએ દુનિયાનાં મોટા કોર્પોરેટ દિગ્ગજોને પણ છોડ્યાં નથી. ગૂગલ સુધી આની તપાસ પહેલા જ પહોંચી ચૂકી હતી. હવે મહિલાઓની સાથે થનારા યૌન ઉત્પીડનની વિરૂદ્ધ ગૂગલનાં 1500 કર્મચારી એક સાથે ઉભા થઇ ગયા છે. આમાં વધારે મહિલાઓ શામેલ છે. યૌન ઉત્પીડનની વિરૂદ્ધ ગૂગલનાં 1500થી વધારે કર્મચારી દફ્તરેથી વોકઆઉટ કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે “ફાધર ઓફ એન્ડ્રોઇડ” કહેવાતા એન્ડી રૂબીન પર યૌન શોષણનાં આરોપ લાગ્યા હતાં. ગૂગલ પર આરોપ છે કે આ વાત માલૂમ હોવા બાદ પણ કંપનીએ રૂબીનને બચાવ્યો છે. આ જ વિરોધ વચ્ચે 1500 કર્મચારી એક સાથે ઉભા થઇ ગયા છે.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એન્ડી રૂબીન પર 2013માં યૌન શોષણનાં આરોપ લાગ્યા હતાં. આરોપ લાગ્યા બાદ પણ ગૂગલે તેઓને એક્ઝિટ પ્લાન અંતર્ગત 9 કરોડ ડોલર એટલે કે 660 કરોડ રૂપિયા આપ્યાં.

આ પહેલા ગૂગલ એક્સનાં ડાયરેક્ટર રિચર્ડ ડેવોલ પર પણ યૌન ઉત્પીડનનાં આરોપ લાગી ચૂક્યાં છે. આને લઇને ડેવોલે મંગળવારનાં રોજ રાજીનામું આપી દીધું હતું. ડેવોલ પર એવો આરોપ હતો કે તેઓએ 2013માં જોબને માટે આવેદન કરવા માટે આવેલી એક મહિલાની વિરૂદ્ધ યૌન પ્રસ્તાવ રાખ્યો હતો.

તમને જણાવી દઇએ કે ગયા સપ્તાહે જ ગૂગલનાં સીઇઓ પિચાઇએ કહ્યું હતું કે, અમે કંપનીમાં યૌન ઉત્પીડનને મામલે કંઇ જ ચલાવી નથી લેતાં. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, અમે બે વર્ષમાં યૌન ઉત્પીડનનાં 48 આરોપી કર્મચારીઓને કંપનીમાંથી નીકાળી દીધાં છે. જેમાં 13 અધિકારી પણ શામેલ હતાં.

You might also like