ઠંડીમાં ગરમા ગરમ બનાવો મેથી પકોડા

સામગ્રી:
1 મેથીની જૂડી
1 કપ બનાવેલા ભાત
2 સમારેલા લીલા મરચાં
2 સમારેલી ડુંગળી
ચણાનો લોટ
ચુટકી હીંગ
લાલ મરચાનો પાઉડર જરૂરીયાત અનુસાર
ગરમ મસાલો
મીઠું
તેલ

બનાવવાની રીત: એક વાસણમાં ભાત, ચણાનો લોટ, મેથીના પાન, લીલા મરચાં, ડુંગળી, મીઠું, લાલ મરચાનો પાઉડર અને હીંગ મિક્સ કરી દો. હવે એમાં થોડું પાણી નાંખીને મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે લોટ વધારે પડતો જાડો કે પાતળો થાય નહીં. એક કઢાઇમાં તેલ ગરમ કરો અને એની અંદર મેથીના મિશ્રણના નાના નાના બોલ્સ બનાવીને એમાં નાંખતા રહો. જ્યારે આ બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઇ જાય તો નેપકિન પર નિકાળી દો. એને સોસ અથવા ચા સાથે સર્વ કરો.

You might also like