3 દિવસ સુધી વાતાવરણમાં થઈ શકે છે ફેરફારઃ હવામાન વિભાગ….

ભારતીય હવામન વિભાગે એકવાર ફરીથી ભારે તોફાનની સંભાવનાઓ જણાવી છે.હવામાન વિભાગે જણાવ્યુ કે ઉત્તર-પુર્વી રાજ્યોમાં આવનારા ત્રણ દિવસમાં ભારહે તોફાન આવી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે આવનારા ત્રણ દિવોસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ,પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં તોફાન, ભારે પવન, અને વરસાદ આવવાની સંભાવનાઓ છે, આ ઉપરાંત રાજસ્થાનમાં ઘુળની ડમરીઓ સાથે વાવાઝોડુ ફુંકાશે.

બુધવાર રાત્રે અને ગુરૂવારની સાવારે દિલ્હી એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડુ ફુકાયુ હતુ. જેના કારણે લોકોને ઘમી મુશ્કેલીનો સામનો કરવો પરડ્યો હતો. આમ ધુળની ડમરીઓ સાથે વરસાદી છાંટા પણ પડ્યા હતા. મોડી રાત્રે આવેલા તોફાનથી ઝરમર વરસાદ અને કેટલીક જગ્યાઓ પર વૃક્ષ પણ પડ્યા હતા. પણ અત્યાર સુધી આ ઘટનાથી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

પણ વૃક્ષો પડવાના કારણે કેટલીક જગ્યાઓ પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે ઝરમર વરસાદ આજે પણ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા કેટલાક કલાકોમાં દિલ્હી, ગુરૂગ્રામ, ફરીદાબાદ, જીંદ, રોહતક, નોએડા, સોનીપતમાં વરસાદ થઈ શકે છે.

You might also like