ઉલ્કામાંથી મળેલા પથરા વેચીને ગામના લોકો ધનવાન બન્યા

તૂર્કીના એક અંતરિયાળ અને નાનકડા ગામમાં સપ્ટેમ્બર મહિનામાં એક ઉલ્કા પડી હતી. ઉલ્કાનો મોટો પથરો જમીન પર પડતાં તેના ટૂકડે ટૂકડા થઈ ગયા. એક અંદાજ મુજબ લગભગ ૨૩૦ કિલોના વજનના ઉલ્કાના પથરા ગામમાં પડ્યા હતા. ગામમાં રહેતા લગભગ ૩૨૦૦ પરિવારજનોને ખબર પડી કે ઉલ્કાના પથ્થર ખૂબ મોંઘા છે તો તેમણે અા પથ્થરો એકઠા કરીને ઘર ભેગા કરવા લૂંટ ચલાવી. સાયન્ટિસ્ટો ઉલ્કાનો અભ્યાસ કરવા અા પથરા સોનાના ભાવે ખરીદી રહ્યા છે. એક ગ્રામના ૪૦૦૦ રૂપિયા લેખે ગ્રામવાસીઅોઅે પથ્થરા વેચ્યા અને રાતોરાત ગામના લોકો ધનવાન બન્યા.

You might also like