મેટલ સેક્ટરના શેરમાં એક મહિનામાં ૨૦ ટકા ઉછાળો

અમદાવાદ: છેલ્લા એક મહિનામાં મેટલ કંપનીના શેરમાં જોરદાર તેજી તરફી ચાલ નોંધાતી જોવા મળી છે. મેટલની માગમાં ઉછાળો નોંધાય તેવી શક્યતાઓ પાછળ કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ નોંધાઇ છે. સેઇલ કંપનીના શેરમાં પાછલા એક માસમાં ૨૪ ટકાનો ઉછાળો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીન સહિત ભારતમાં સ્ટીલ સહિત અન્ય બેઝ મેટલની માગમાં સુધારો નોંધાય તેવી શક્યતાઓ પાછળ મેટલ સેક્ટરમાં મજબૂત ચાલ નોંધાઇ છે. એટલું જ નહીં સરકાર આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને મોટી રાહત આપે તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્ટીલની માગમાં વધારો થાય તેવી શક્યતાના પગલે સ્ટીલ સહિત અન્ય મેટલ કંપનીના શેરમાં સુધારા તરફી ચાલ જોવાઇ છે. એટલું જ નહીં સરકાર રિયલ્ટી સેક્ટરને રાહત આપે તેવી શક્યતા પાછળ ગ્રામીણ વિસ્તારમાં પણ સ્ટીલની માગમાં વધારો થાય તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્ટીલ કંપનીના શેરમં સુધારાની ચાલ જોવાઇ છે.

સ્ટીલ કંપનીના શેર એક મહિનામાં ઊછળ્યા
ટાટા સ્ટીલ ૧૮.૩૯ ટકા
વેદાન્તા ૧૩.૫૩ ટકા
સેઈલ ૨૪.૦૪ ટકા
જિન્દાલ સ્ટીલ ૧૭.૧૨ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૨૩.૧૯ ટકા
હિંદુસ્તાન ઝિંક ૧૬.૦૨ ટકા

You might also like