મેટલ અને બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે વોલેટાલિટી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૩૪ પોઇન્ટના સુધારે ૩૧,૧૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી છ પોઇન્ટના ઘટાડે ૯,૫૯૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એટલું જ નહીં, સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી નોંધાઇ હતી.

આજે શરૂઆતે ભેલ કંપનીના શેરમાં ૬.૬૫ ટકાનું ગાબડું પડ્યું હતું. એ જ પ્રમાણે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૭૦ ટકા, ટીસીએસ કંપનીના શેરમાં ૧.૫૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ લાર્સન, લ્યુપિન અને ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૦.૮૪ ટકાથી ૧.૭૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

દરમિયાન આજે એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧૦૬ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે તાઇવાન અને દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ પણ પ્રેશરમાં ખૂલ્યો હતો. તેની સ્થાનિક શેરબજાર ઉપર અસર નોંધાઇ હતી.

બજારમાં જે રીતે સુધારો જોવાયો છે તે જોતાં કરેક્શન સંભવતઃ હતું, જોકે શેરબજારમાં હજુ નાણાકીય પ્રવાહિતા ઊંચી છે આ જોતા બજારમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી છે તેમ નિષ્ણાતો માને છે.

મેટલ શેર પીગળ્યા
કોલ ઈન્ડિયા ૧.૭૨ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૬૧ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૨૩ ટકા
જિન્દાલ સ્ટીલ ૦.૭૫ ટકા
એનએમડીસી ૨.૦૩ ટકા
સેઈલ ૧.૧૧ ટકા
નેશનલ એલ્યુ. કંપની ૨.૨૬ ટકા
http://sambhaavnews.com/

You might also like