મેટલ શેરમાં પ્રોફિટ બુકિંગઃ શેરબજાર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૫૫ પોઈન્ટના સુધારે ૨૬,૪૪૯ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૧ પોઈન્ટના સુધારે ૮૧૫૦ પોઈન્ટની ઉપર ૮૧૫૩ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહી છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી તો બીજી બાજુ મેટલ શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું.

આજે શરૂઆતે લ્યુપિન, મારુતિ સુઝૂકી અને એશિયન પેઈન્ટ્સ કંપનીના શેરમાં ૦.૯૦ ટકાથી ૧.૨૦ ટકાનો સુધારો નોંધાયો હતો જ્યારે એચડીએફસી કંપનીના શેરમાં ૦.૮૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં પણ વેચવાલી નોંધાતાં આ શેર પ્રેશરમાં જોવાયા હતા.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓપેકની બેઠક અને જીડીપી ડેટા પૂર્વે બજારમાં સાવધાનીપૂર્વકની ચાલ નોંધાઈ રહી છે. રિલાયન્સ કંપનીનો શેર પણ પ્રેશરમાં જોવા મળ્યો છે.

ઓપેકની બેઠક પર બજારની નજર
વૈશ્વિક બજારની નજર ઓપેકની બેઠક પર મંડાયેલી છે. આ બેઠક પૂર્વે વૈશ્વિક ક્રૂડના ભાવમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે, જોકે ઉત્પાદનમાં ઘટાડો કરવા સંબંધ ઈરાન અને ઈરાક વચ્ચે વિરોધ ચાલુ રહેલો જોવાયો છે એટલું જ નહીં, બીજા ત્રિમાસિક સમયગાળાના જીડીપી ડેટા પણ આવનાર છે. બજારની નજર તેના ઉપર રહેશે.
http://sambhaavnews.com/

You might also like