વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે મેટલ શેર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે બીએસઇ સેન્સેક્સ ૯૦ પોઇન્ટના ઘટાડે ૨૯,૩૭૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૭ પોઇન્ટના ઘટાડે ૯,૧૨૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, આઇટી શેર શરૂઆતે પ્રેશરમાં નોંધાયા હતા. તો બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. ગેઇલ અને રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૬૩ ટકાનો સુધારો આવ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ૧૦૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે સન ફાર્મા, ટાટા મોટર્સ અને આઇટીસી કંપનીના શેરમાં ૦.૭૦ ટકાથી બે ટકાનો ઘટાડો આવ્યો હતો. તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૨.૪૬ ટકાનો, આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૬૭ ટકાનો સુધારો આવ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે આજે મોટા ભાગના એશિયાઇ બજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. તેની અસર પણ સ્થાનિક શેરબજાર ઉપર નોંધાઇ હતી.

http://sambhaavnews.com/

You might also like