ત્રીજા પુત્રનો પિતા બન્યો લિયોનેલ મેસી, નામ રાખ્યું સીરો

મેડ્રિડઃ બાર્સેલોના ફૂટબોલ ક્લબના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી ત્રીજા પુત્રનો પિતા બની ગયો છે. તેની પત્ની એન્ટોનેલ રોક્કોજોએ મેસીના ત્રીજા પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ નવજાત બાળકનું નામ ‘સીરો’ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે સીરોના જન્મને કારણે મેસી મલાગા સામેની મહત્ત્વપૂર્ણ મેચમાં રમ્યો નહોતો. મેસીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર આખા ફેમિલીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘વેલકમ સીરો… મમ્મી અને એ (સીરો) ઠીક છે. અમે બધા ખુશ છીએ.”

You might also like