જર્મનીની ચૂંટણીમાં અેન્જેલા મર્કલ ચોથી વાર વિજેતા બન્યાં

બર્લિન: જર્મનીમાં યોજાયેલી ચૂંટણી અંતર્ગત થયેલા મતદાનમાં ચાન્સેલર અેન્જેલા મર્કલનો વિજય થયો છે. મર્કેલે વિજય બાદ જણાવ્યું હતું કે પાર્ટીના વિજયથી મને ખરેખર આનંદ થયો છે, પરંતુ પાર્ટીએ જેટલી સીટ પર વિજય મળવાની આશા રાખી હતી તેટલી સીટ નહિ મળતાં મને જરા દુઃખ થયું છે. પાર્ટીએ નક્કી કરેલી સીટ કરતાં ૪૦ ટકા મત ઓછા મળતાં ૬૮ વર્ષના ઈતિહાસમાં પાર્ટીને સૌથી ઓછા મત મળ્યા છે.

આ ચૂંટણીમાં સૌથી મોટી ઊથલપાથલ ધુર દક્ષિણપંથી રાષ્ટ્રવાદી અોલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)એ કરી છે. એકિઝટ પોલમાં જણાવ્યા અનુસાર મર્કેલની કંઝર્વેટિવ સીડીયુ અને સીએસયુ ગઠબંધનને લગભગ ૩૩ ટકા મત મળ્યા છે, જ્યારે તેમની હરીફ માર્ટિન સ્કલ્જ નીત મધ્ય વામ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી)ને યુદ્ધ બાદના સૌથી ઓછા ૨૦થી ૨૧ ટકા મત મળ્યા છે, જ્યારે ઈસ્લામ અને આવ્રજન વિરોધી એએફડીને ૧૩ ટકા મત મળ્યા છે. તેથી તે આ દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. ખાસ કરીને એએફડીના દેખાવને જર્મની માટે ઐતિહાસિક ઘટના સમાન ગણાવવામાં આવી રહ્યો છે. તેથી દેશના સૌથી મોટા અખબાર બિલ્ડે તેને રાજકીય ભૂકંપ સમાન ગણાવ્યો છે.

You might also like