શું તમે જાણો છો બીજું બાળક પેદા કરવાના નુકસાન અને ફાયદા વિશે

લગ્ન એ દરેકની જીંદગીનો સુંદર સમય હોય છે. પરંતુ ત્યારબાદ બાળકનું આગમન ખુશીને બમણી કરી દે છે. કેટલાક લોકો માટે એક બાળક લાવવું પૂરતું સમજે છે. તો કેટલાક લોકો બે બાળકો લાવીનવે પરિવારને પૂરું કરવાનું સમજે છે. આ દરેકના વિચાર અને પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. જો કે આજકાલના સમયમાં બંને પાર્ટનર વર્કિંગ હોય છે. એટલા માટે એ લોકા એક જ બાળક પેદા કરવું જરૂરી સમજે છે. જ્યારે બીજા લોકો એવું માને છે કે બે બાળક પેદા કરવા જોઇએ કારણ કે પહેલા બાળકના જીવન પર કોઇ અસર પડે નહીં. જો તમે પણ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છો તો ચલો જાણીએ બીજું બાળક પેદા કરવા માટેના ફાયદા અને નુકસાન માટે.

બીજા બાળકના ફાયદા:
બીજું બાળક તમારા પહેલા બાળક માટે એક મોટી ભેટ હોય છે. એ લોકા પોતાના આવાનારા ભાઇ અને બહેન માટે ખૂબ જ ખુશ હોય છે અને મનમાં ઘણી ખુશીઓને વણી લે છે. એ લોકા માટે ઘણા સુખનો સમય હોય છે.

બીજું બાળક આવી જવાથી પહેલું બાળક પોતાને એકલું મહેસૂસ કરતું નથી. પહેલા બાળકને એક સાથી મળી જાય છે જેની સાથે ઘરમાં એ રમી શકે છે. એને બીજા કોઇ વ્યક્તિની જરૂર પડતી નથી. બીજું બાળક આવી ગયા બાદ તમને તમારા માટે થોડો સમય મળી જાય છે. કારણ કે એ બંને પોતાનામાં વ્યસ્ત રહે છે.

આમ તો દરેક બાળક અલગ હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે બીજું બાળક પહેલા બાળક કરતાં વધારે તેજ હોય છે કારણે કે એ પોતાના મોટા ભાઇ કે બહેનને ખૂબ જ નજીકથી જોવે છે. એની સાથે જ લએ પહેલા બાળકની સરખામણીમાં જલ્દીથી ખાવા અને ચાલવા માટેનો પ્રયત્ન કરે છે.

સૌથી મોટો ફાયદો તો એ છે કે બીજું બાળક આવી જવાથી મોટા બાળકની અંદર રમકડાં અને ખાવાની ચીજો શેર કરવાની સાથે સાથે ઘણી સારી આદતો આવી જાય છે.
બીજા બાળકના નુકસાન:
પોતાના પરીવારને આગળ વધારવાનો નિર્ણય ઘણા બધા ખર્ચાને જન્મ આપે છે. આજકાલ મોંઘવારી વધતી ગઇ છે એવામાં ડિલીવરૂ, દવાઓના ખર્ચા અને ભણાવવાનો ખર્ચ કેટલીક હદ સુધી ભારે પડી શકે છે.

નવજાત બાળકને જન્મ આપવાનો અર્થ છે કે 24 કલાકની જોબ. બાળકનું પાલન પોષણ અને દેખભાળ કરવી કોઇ નાની વાત નથી. એમાં મહિલાઓ ઘણી થાકી જાય છે.

બીજા બાળકના જન્મથી મોટા બાળકને ખુશી તો ખૂબ જ થાય છે. પરંતુ જ્યારે તમે મોટા બાળકની તુલનામાં નાના બાળક પર વધારે ધ્યાન આપો છો તો મોટા બાળકના મનમાં ઇર્ષાની ભાવના હોય છે. કારણ કે પહેલા મોટા બાળકને બધી જ વસ્તુઓ મળતી હતી પરંતુ હવે બીજું બાળક આવ્યા બાદ એ વસ્તુઓમાં ભાગ પડે છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like