જાહેર રોડ પર વેપારીની નિર્મમ હત્યાથી સનસનાટી

અમદાવાદ: વડોદરાના કિશનવાડી વિસ્તારમાં જાહેર રોડ પર એક વેપારીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં અાવતા અા ઘટનાએ સનસનાટી ફેલાવી દીધી છે.  અા અંગેની વિગત એવી છે કે વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં અાવેલા ઝંડા ચોક ખાતે રહેતા અને મરઘી લે-વેચનો ધંધો કરતાં અને કરિયાણાની દુકાન ધરાવતા યુવાન વેપારી રાહુલ છગનભાઈ બારિયા સાંજના સુમારે કિશનવાડીમાં મહાદેવ ચોક નજીક રોડ પરથી પસાર થતા હતા ત્યારે પાછળના ભાગેથી વાહન પર અાવેલા કોઈ અજાણ્યા શખસોએ રાહુલભાઈ ઉપર હુમલો કરી ઉપરાઉપરી પીઠના તેમજ છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા રાહુલભાઈ લોહીના ખાબોચિયા વચ્ચે રોડ પર જ ઢળી પડ્યા હતાં.

વેપારીની હત્યા કર્યા બાદ હત્યારાઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ સઘન તપાસ હાથ ધરી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ હત્યારાઓનું કોઈ પગેરુ મળ્યું ન હતું. પોલીસે ખૂનનો ગુનો દાખલ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like