મર્સિડિઝનું A-Class અને B-Classનું નાઇટ એડિશન થયું લોન્ચ, કિંમત 27.31 લાખ રૂપિયાથી શરૂ

જર્મનીની લગ્ઝરી કાર કંપની મર્સિડિઝ બેન્ઝે પોતાના એ ક્લાસ અને બી ક્લાસ મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ પોતાની કારનું નાઇટ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ મર્સિડિઝ એ ક્લાસની શરૂઆત કિંમત 27.31 લાખ રૂપિયા રાખી છે જ્યારે કે બી ક્લાસની શરૂઆતની કિંમત 29.34 લાખ રૂપિયા છે.

મર્સિડિઝ બેન્ઝના એક નિવેદનમાં જણાવવમાં આવ્યું છે કે એક્લાસ અને બી ક્લાસનું નાઇટ એડિશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડીઝલ અને પ્રેટ્રોલ બંને ઇંધણોનું વિકલ્પ આપવામાં આવ્યું છે. મર્સિડિઝ-બેન્ઝે એ-180નું પેટ્રોલ સંસ્કરણ 27 લાખમાં લોન્ચ કરવાનું વિચાર્યું છે. જ્યારે ડીઝલ મોડલ 28 લાખથી શરૂ થાય છે.

You might also like