મર્સેડીઝ હિટ એન્ડ રન કેસ: કિશોર આરોપીના પિતાની ધરપકડ

નવી દિલ્હી: મર્સેડીઝ હિટ એન્ડ રન કેસમાં શુક્રવારે પોલીસે કિશોર આરોપીના પિતાની ધરપકડ કરી છે. પોલીસે આઇપીસીની ધારા 109 અને 304 હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. પોલીસે આરોપીના જૂના રેકોર્ડમાં શોધખોળ કરી તો જાણવા મળ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં પણ આ કિશોર આરોપીએ મર્સેડિઝ કારથી મોરિસ નગર વિસ્તારમાં એક્સિડન્ટ કર્યો હતો.

આ ઘટનામાં શિકાર બનેલા પરિવારના લોકોએ મોરિસ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ આરોપી ફેમીલીએ જે પરિવાર સાથે ઘટના ઘટી હતી તે પરિવારના લોકો સાથે સમાધાન કરી લીધું હતું. આ બાબતે ડીસીપી મધુર વર્માએ જણાવ્યું હતું કે ચેતવણી આપ્યા પછી પણ પિતાએ કિશોરને અટકાવ્યો નહતો અને બીજી ઘટનામાં સિદ્ધર્થ મૃત્યુ પામ્યો હતો.

શોધ કરતાં સામે આવ્યું કે કિશોર ઉપર તેના પિતાએ કોઇ કંટ્રોલ રાખ્યો નહતો. આરોપીના પાડોશીનું પણ કહેવું છે કે તે લોકોએ ઘણી વખત તે કિશોરને અંધાધુંધ ગાડી ચલાવતો જોયો છે. મધુર વર્માનું કહેવું છે કે સીસીટીવી ફુટેજને જોઇને એવું લાગે છે કે આરોપીને એ વાતની ખબર હતી કે રહેણાંક વિસ્તારમાં ઓવરસ્પીડથી કાર ચલાવી કોઇની પણ જાન લઇ શકે છે.

પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આ પહેલા આરોપી પાસેથી ઓવરસ્પીડ માટે 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો પરંતુ તે કોર્ટમાં હાજર થયો નહતો. તો બીજી બાજુ સિદ્ધાર્થની બહેન શિલ્પા મિત્તલ તેના પરિવારના લોકો સાથે પોલીસ કમિશનરને મળી. તેમને આ બાબતે એક્શનની માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે તે પછી જ પોલીસે આરોપીને પિતા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સિવિલ લાયન્સ પોલીસે કિશોર આરોપીના વિરુદ્ધ પહેલાથી જ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

કિશોર 8 એપ્રિલે સગીર થઇ ગયો હતો. સિદ્ધાર્થ 6 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યો હતો. મુંબઇનો રહેવાસી સિદ્ધાર્થના મૃત્યુ પછી તેને મિત્રો અને પરિવારજનો નારાજ થઇ ગયા હતા. સિદ્ધાર્થ અમેરિકાની યુનિવર્સિટીથી ભણી રહ્યો હતો. તેના ન્યાય માટે સોશિયલ મિડીયા પર ‘જસ્ટિસ ફોર સિદ્ધ’ નામથી કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થના મિત્રોનું કહેવું છે કે તેમની ચળવળ રંગ લાવી.

સોમવારે રાતે તે તેના મિત્રો સાથે કેબમાં લાજપત નગરથી સિવિલ લાઇન્સ સ્થિત ઘરે જઇ રહ્યો હતો. તે શામનાથ માર્ગ સ્થિત લુડલો કેસલ સ્કૂલ પાસે પણા બેની આસપાસ ઉતર્યો હતો. અહીંયા એક ફૂડ સેન્ટર પરથી નૂડલ્સ અને થોડુંક ખાવાનું પેક કરાયું, ત્યારબાદ તે ચાલતો ચાલતો તેના ઘર માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન આઇપી કોલેજ તરફથી ફૂલ સ્પીડમાં સિલ્વર કલરની મર્સેડીઝ કાર સિદ્ધાર્થને ટકેકર મારી દીધી. કારની સ્પીડ લગભગ 100ની આસપાસ હતી.

You might also like