મર્સિડીઝે લોન્ચ કરી 1.31 કરોડની કાર

જલંધર: મર્સિડીઝ તેની લક્ઝરી કારોના પર્ફોમન્સને લઇને પૂરી દુનિયામાં જાણીતી છે. તાજેતરમાં જ કંપનીએ તેના એસ ક્લાસ સેગમેન્ટના ચાહકો માટે નવી એસ 400 લોન્ચ કરી દીધી છે. જેની ભારતમાં કિંમત 1 કરોડ 31 લાખ રૂપિયા (એક્સ શોરૂમ હૈદરાબાદ) છે. આ કાર ખાસ કરીને એ લકો માટે બનાવામાં આવી છે જે સારા પર્ફોમન્સની સાથે એસ ક્લાસની જેમ સ્ટાઇલ અને ફીચર ઇચ્છે છે.

મર્સિડીઝ એસ 400માં વી 6 પોટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 328 બીએચપી પાવર આપે છે. 7 કલર એમ્બિએટની સાથે આ કરમાં સસ્પેન્શન, ફોર-જોન ઓટોમેટીક ક્લાઇમેન્ટ કંટ્રોલ, 24 સ્પીકર બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ, રેન સેંસિંગ પેનોરેમિક સનઋફ અને પાર્કિગ અસિસ્ટના ફીચર આપવામાં આવ્યા છે.

સેફ્ટીની વાત કરીએ તો આ કારમાં 8 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, બ્રેક અસિસ્ટ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, અટેન્શન અસિસ્ટ અને મર્સિડીઝ PreSafe સેફ્ટી ટેકનોલોજી જેવા ફીચર આપવામાં આવ્યા છે. પાવરની બાબતે આ કાર હાલની એસ ક્લાસથી ઓછી છે પરંતુ લક્ઝરી ફીચર્સની બાબતે આ કાર પાછળ નથી. મર્સિડીઝની તરફથી આ વર્ષે લોન્ચ કરવામાં આવેલી આ ત્રીજી કાર છે.

You might also like