માનસિક રીતે સ્વસ્થ જ છું, બનાવ બાદ ડિપ્રેશન આવ્યું હતું

અમદાવાદ: કેનેડાના ટોરેન્ટો સ્વામિનારાયણ મંદિરમાં મૂળ ગુજરાતી યુવતી પર થયેલા દુષ્કર્મ મામલે ભૂગર્ભમાં ઊતરી ગયેલા સુજ્ઞયસ્વામીએ ગઇ કાલે એક વીડિયો જાહેર કરી દુષ્કર્મ કર્યું જ નથી અને લાગણીશીલ બનીને વાત કરી એ મારી ભૂલ હતી તેમ જણાવ્યું હતું. સુજ્ઞયસ્વામીના ખુલાસા બાદ પીડિતાએ આજે એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે પોતે માનસિક રીતે સ્વસ્થ છે. બનાવ બાદ ડિપ્રેશનમાં આવી ગઇ હતી. સુજ્ઞયસ્વામીએ હકીકતમાં દુષ્કર્મ કર્યું છે.

પીડિતાએ જણાવ્યું હતું કે સુજ્ઞયસ્વામી કહે છે કે તેને મારા પ્રત્યે લાગણી છે તો પછી દોઢ વર્ષથી મારો પરિવાર દુઃખી થઇ રહ્યો છે અને અમે સંસ્થાની પાછળ છીએ તો પણ તેઓ અને સંસ્થા આ બાબતે સમાધાન કેમ કરવા નથી માગતા.
જો તેેઓને મારા પરિવાર પ્રત્યે લાગણી હોય તો મારે અને મારા પરિવારે આટલે સુધી આવવુંં ન પડત. પીડિતા સુજ્ઞયસ્વામીની કોઇ લાગણીમાં આવી ગઇ ન હતી. બનાવ બન્યા બાદ પીડિતાને ઘણા મેસેજ આવતા હતા પણ તે જવાબ જ આપતી નહોતી. દોઢ વર્ષ બાદ જે ફરિયાદ કરવામાં આવી તે મામલે પીડિતાએ જણાવ્યું હતું કે મારી પાસે બધા જ પુરાવા છે. અંદર અંદર સમાધાન થઇ જાય અને હરિપ્રસાદ સ્વામી અને સંસ્થાનું ખરાબ ન દેખાય તે માટે એક વર્ષ સુધી વિશ્વાસ રાખીને મિટિંગ કરી રાહ જોઇ હતી, પરંતુ કોઇ સમાધાન થયું ન હતું.
http://sambhaavnews.com/

You might also like