કેરીના રસની બુંદી

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ જાડો અથવા ઝીણો ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ આખી ખાંડ, એક વાટકી કેરીનો રસ, ૨૫૦ ગ્રામ તળવા માટે ઘી ઈલાયચી જરૂર મુજબ, કિસમિસ, ચારોળી, પીળો કલર અને કેસર (ચપટી)

રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લેવો. તેમાં હાફૂસ અથવા કેસર કેરીનો રસ મિક્સ કરવો. જો જરૂર પડે તો સહેજ પાણી ઉમેરીને બહુ જાડું નહીં એવું ખીરું તૈયાર કરવું. હવે ખીરાને એક કલાક સુધી રહેવા દેવું. ત્યારબાદ એક તવીમાં ઘી ગરમ મૂકી તેમાં બુંદીના ઝારાથી બુંદી પાડવી.

ત્યારબાદ એક તરફ બીજા એક વાસણમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી દોઢતારી ચાસણી બનાવવી. બુંદીને તૈયાર ચાસણીમાં નાખી બરાબર મિક્સ કરવું. પછી લાડવા બનાવવા હોય તો બનાવી શકાય અથવા છૂટી બુંદી પણ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન તરીકે ઉપયોગમાં લઈ શકાય. બુંદીમાં સ્વાદ અને સુગંધ લાવવા માટે કોઈ પણ ફ્લેવરનું એસેન્સ નાખી શકાય. તૈયાર છે કેરીના રસની બુંદી.

You might also like