થાઈલેન્ડમાં ભુતથી બચવા પુરુષો પહેરે છે મહિલાઓના વસ્ત્રો

શું તમે ક્યારે કોઈ મહિલાને પુરુષોના કપડા પહેરતા જોયા છે. તમારો જવાબ હશે કદાચ નહિ પુરતું થાઈલેન્ડના નાખોન ફેન્મ પ્રાંતમાં આવેલા એક ગામમાં પુરુષો મહિલાઓના વસ્ત્રો પહેરે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામમાં વિધવા ભુતને લીધે આ રહસ્મય રિવાજ અદા કરવામાં આવે છે. ગામવાસીઓનું કહેવું છે કે ગામમાં વિધવા ભુત પુરુષો અને યુવાનોને તેમનો શિકાર બનાવે છે. વિધવા ભુતના ડરથી મહિલાઓ જ પોતાના બાળકો અને પતિને મહિલાઓના વસ્ત્રો પહેરાવે છે. સ્થાનિક મહિલાઓનું માનવું છે કે પુરુષોને મહિલાઓના કપડામાં જોઈ વિધવા ભુત તેમના પર હુમલો કરતી નથી.. મહિલાઓના વસ્ત્રો પહેરવાથી મહિલા ભુત પુરુષો પર હુમલો ન કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

થોડાક દિવસો પહેલા આ ગામમાં રાત્રે અચાનક જ રહસ્મય રીતે 5 પુરુષોના મોત નિપજ્યાં હતા જેના પાછળ આ વિધવા ભુત જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યાં છે..

વિધવા ભુતને ભગાવવા માટે થાઈલેન્ડના ગામવાસીઓએ તેમના ઘરની બહાર ચાડિયો રાખ્યા છે. એટલું જ નહિ ચાડિયાનો 80 સેન્ટીમીટર લાંબુ ગુપ્તાંગ પણ બનાવવામાં આવ્યું છે. ચાડિયાને જોઈ વિધવા ભુત ગામમાંથી ભાગી ગઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ચાડિયા મૂક્યાં બાદ ગામમાં કોઈ પણ પુરુષોના રહસ્મય રીતે મોત નિપજ્યાં નથી. જોકે ગામમાં થયેલી પુરુષોની મોતનું મૂળ કારણ હાલ જાણી શકાયું નથી.

You might also like