#MeTooની જેમ હવે #MenToo: પુરુષો કરશે મહિલાઓ દ્વારા થયેલા જાતીય શોષણનો ખુલાસો

બેંગલુરુ: #MeTooની જેમ હવે પુરુષોએ મહિલાઓ દ્વારા થયેલા યૌનશોષણનો ખુલાસો કરવા માટે #MenToo અભિયાન શરૂ કર્યું છે. અહીં ૧પ લોકોના એક સમૂહે આ આંદોલનની શરૂઆત કરી છે, તેમાં ફ્રાન્સના એક પૂર્વ રાજનાયક પણ સામેલ છે, જેને ર૦૧૭માં જાતીય શોષણના કેસમાં કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

#MenToo આંદોલનની શરૂઆત શનિવારે બિનસરકારી સંગઠન ચિલ્ડ્રન્સ રાઇટ ઇનિશિયેટિવ ફોર શેયર્ડ પેરન્ટિંગ (ક્રિસ્પ)એ કરી છે. ક્રિસ્પના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર વીએ કહ્યું કે આ સમૂહ જાતીય તટસ્થ કાયદાઓ માટે લડશે. તેમણે માગ કરી છે કે #MeToo અભિયાન હેઠળ ખોટા કેસ કરનાર વ્યકિતને સજા થવી જોઇએ. #MeToo એક સારું આંદોલન છે, પરંતુ ખોટા આક્ષેપ કરીને કોઇને ફસાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઇએ.

કુમારે કહ્યું કે આ આંદોલનને પરિણામે સમાજમાં ખૂબ જ મહેનતથી મેળવેલા સન્માનની ધૂળધાણી થઇ જાય છે. #MeTooમાં પીડિતાઓ દાયકાઓ પહેલાં થયેલા યૌનશોષણની વાત કરે છે તો #MenToo આંદોલનમાં તાજેતરની ઘટનાઓને ઉઠાવવામાં આવશે.

#MeToo આંદોલનના મુદ્દે તેમણે કહ્યું કે જો કેસ સાચો હોય તો પીડિતાઓએ સોશિયલ મીડિયા પર આવવાના બદલે કાયદાકીય કાર્યવાહીનો સહારો લેવો જોઇએ.

પાસ્કલે કહ્યું કે પુરુુષો પાસે અસલી દુઃખ છે. તેઓ પણ પીડિત છે, પરંતુ મહિલાઓ અને પોતાના દુરાચારીઓ વિરુદ્ધ ખૂલીને સામે આવતા નથી. આપણે મહિલાઓની સુરક્ષા માટે કાયદો બનાવીએ છીએ તે સારી વાત છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઇએ કે માનવતાનો અડધો હિસ્સો પુરુષો પણ છે.

You might also like