પુરુષોને સમજમાં નથી આવતી મહિલાની આ વાતો

લગ્નજીવનમાં કેટલીક વાતો એવી હોય છે, જેને પુરુષોને દરેક વાત કહીને સમજાવી પડે છે. કારણ કે મહિલાઓની અમુક બાબતો એવી હોય છે જે પુરુષો સમજી શકતા નથી.

આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ છીએ, જેને સમજવામાં પુરુષો ભૂલ કરી બેસે છે.

1. ગુસ્સોના અર્થ ગુસ્સો નહીં
પુરુષો પોતાની ભાવનાઓને સીધી રીતે વ્યક્ત કરી દે છે પરંતુ મહિલાઓ એનાથી ઊંધી હોય છે. એ ગુસ્સામાં તમને બોલી રહી છે તો એનો અર્થ એ નથી કે એ હકીકતમાં તમારી પર ગુસ્સે છે. બની શકે છે કે એ કોઇ બીજી વાતથી પરેશાન હોય.

2. કહ્યા વગર સમજી જાવ
દરેક મહિલા ઇચ્છે છે કે એને કોઇ પણ વસ્તુ માટે પોતાના પતિને કહેવું ના પડે. પતિને કઇ પણ કહ્યા વગર જ ચીજવસ્તુઓ લાવીને આપી દે.

3. ખર્ચાનો હિસાબ
મહિલાઓને બીજાના ખર્ચાનો હિસાબ રાખવાનું વધારે પસંદ પડે છે પરંતુ કોઇ એમની પાસેથી ખર્ચો માંગે તો એમને ગુસ્સો આવવા લાગે છે.

4. બીજી મહિલાઓના વખાણ
મહિલાઓ ખુલીને આ વાતને નહીં કહે પરંતુ કોઇ પણ મહિલાને આ વાત બિલકુલ પસંદ હોતી નથી તે એનો પતિ કોઇ બીજી મહિલાના વખાણ કરે.

home

You might also like