માણસના માથાનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશેઃ ઊંદરો પર સફળ પ્રયોગ

નવી દિલ્હી: તમે શરીરનાં ઘણાં અંગોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અંગે સાંભળ્યું હશે, પરંતુ શું દિલ અને કિડનીની જેમ મગજનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે ? વિજ્ઞાનીની વાત માનીએ તો ખૂબ જ જલદીથી માથાનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું પણ સરળ બનશે.

વિજ્ઞાનીઓએ ઉંદરો પર પ્રયોગ કરતાં તેમનાં માથાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આ સફળતા બાદ હવે આ વર્ષે માણસો પર પણ આવો જ એક પ્રયોગ કરાય તેવી યોજના છે. ઉંદરો પર કરાયેલી આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં વિજ્ઞાનીઓએ એક નાનકડા ઉંદરના માથાને એક મોટા ઉંદરના શરીર સાથે જોડ્યું. બંને ઉંદરોમાં માત્ર માથાની અદલાબદલી કરવાની જગ્યાએ વિજ્ઞાનીઓએ પોતાની આ પ્રયોગમાં મોટા ઉંદરના શરીર પર નાના ઉંદરનું માથું તો જોડ્યું, પરંતુ સાથે મોટા ઉંદરનું માથું પણ રહેવા દીધું. આ કારણે મોટા ઉંંદરના શરીર પર બે માથાં આવી ગયાં. આ ઓપરેશનમાં કુલ ત્રણ ઉંદરોનો ઉપયોગ કરાયો.

તેમાંથી એક ડોનર ઉંદર હતો, બીજો ઉંદર એ હતો. જેના શરીર પર માથું જોડાવાનું હતું. ત્રીજા ઉંંદરનો ઉપયોગ આ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા માથામાં લોહીની આપૂર્તિ કરવા માટે કરાયો હતો. એક પંપ દ્વારા ત્રીજા ઉંદરને ડોનર ઉંદરના માથાના લોહીમાં સ્થાનાંતરિત કરાયું જેથી મગજની અંદર ઓક્સિજનની કમી ન સર્જાય.

ઓપરેશન બાદ જે ઉંદરનું માથું ટ્રાન્સપ્લાન્ટ કરાયું તે જોઈ પણ શકતો હતો અને દર્દ પણ અનુભવતો હતો. તેની પરથી સ્પષ્ટ થતું હતું કે તેના માથાને મૂળ શરીરથી અલગ કરીને બીજાના શરીર પર જોડવા છતા તેનું મગજ સંપૂર્ણ રીતે કામ કરતું હતું. આ પ્રયોગમાં ડોક્ટરોની ટીમમાં ઈટાન્સના વિવાદિત ન્યુરોસર્જન સેરિગો કેનાવેરો પણ સામેલ હતા.

સેરિગો કહી ચૂક્યા છે કે ૨૦૧૭ના અંત સુધી તેઓ માણસના માથાને ટ્રાન્સપ્લાન્ટ કરીને જ રહેશે. જોકે કેટલાક વિજ્ઞાનીઓનું એવું કહેવું છે કે માણસના માથાને ટ્રાન્સપ્લાન્ટ કરવું મુશ્કેલ છે કે નહિ તેને પૂરતું સમર્થન મળ્યું નથી. અમેરિકન એસોસિએશન શેર ન્યુરોસર્જનના અધ્યક્ષ સેરિગો દ્વારા માણસના માથાંને ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટીકાઓ કરી છે.
http://sambhaavnews.com/

You might also like